ખાસ-ખબર સંવાદદાતા
હવે વોટસએપ પર મળશે ડીજી લોકરની સુવિધા. ‘માયગોવ’ હેલ્પ ડેસ્કથી આપ ડીજી લોકરનો ઉપયોગ કરી શકશો.આ પહેલનું લક્ષ્ય સરકારી સેવાઓ સુધી લોકોની પહોંચને સુગમ કરવાનું છે. ડીઝીટલ ઈન્ડીયા કાર્યક્રમના ડીજી લોકર સીસ્ટમમાં સુરક્ષીત રાખવામાં આવેલા દસ્તાવેજોને મુળ ભૌતિક દસ્તાવેજો સમાન માનવામાં આવે છે.
- Advertisement -
આ સેવાઓમાં ડીજીલોકર ખોટા બાવવા અને પ્રમાણીત કરવા, પાન કાર્ડ, ડ્રાઈવીંગ લાયસન્સ, વાહન રજીસ્ટ્રેશન પ્રમાણપત્ર જેવા દસ્તાવેજો સામેલ ડાઉનલોડ કરવાનું સામેલ છે. યુઝર્સે વોટસએપ નંબર + 91 9013151515 ખાતે ‘નમસ્તે’ કે ‘હાય’ કે ‘ડીજીલોકર’ મોકલીને ચેટ બોકસનો ઉપયોગ કરી શકે છે.