રૈયા રોડ પર ફૂડ વિભાગની ટીમનો સપાટો, બિગબાઈટ કિચનમાંથી 4 કિલો વાસી બેકરી પ્રોડક્ટ્સનો જથ્થો નાશ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અગાઉ મેડિકલ, ડેરી, બેકરીની પ્રોડક્ટના નમૂના લેવાયા હતા. જેના રિપોર્ટ આવી ગયા છે. જેમાં યશ ફાર્મા, દેવપુષ્પ તથા પંચનાથ પ્લોટની એક દુકાનમાંથી વિટામીન સી માટે આપવામાં આવતી ટેબ્લેટ મિસબ્રાન્ડેડ જાહેર થઈ છે.
- Advertisement -
પંચનાથ પ્લોટ, રાજકોટ મુકામેથી દિપકકુમાર કેશુભાઈ પાંભર પાસેથી લેવામાં આવેલ ખાદ્યચીજ “PRO A-Z DIETARY SUPPLIMENT TABLETS (2*15 TABLETS PKD)‘નો નમૂનો તપાસ બાદ રિપોર્ટમાં વિટામિન-ઈ ની માત્ર લેબલ પર દર્શાવેલ વિગતો કરતાં ઓછી મળી આવતાં સબસ્ટાન્ડર્ડ જાહેર થઈ જ્યારે યશ યશ ફાર્મા, આલાપ-અ -105, સુભાષ રોડ, લીમડાચોક, રાજકોટ મુકામેથી રાજ પ્રવીણભાઈ મેઘપરા પાસેથી લેવામાં આવેલ ખાદ્યચીજ ‘OXLRET DIETARY SUPPLIMENT (3*10 TABLETS PKD)‘નો નમૂનો તથા દેવપુષ્પ મેડિકલ સ્ટોરની વિટામીનની ટેબ્લેટનો નમૂનો મિસબ્રાન્ડેડ ફૂડ જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.
ફૂડ વિભાગ દ્વારા રાધેશ્યામ ડેરી ફાર્મ, ઇન્દ્રપ્રસ્થ હોલ, શોપ નં. 5, મવડી મેઇન રોડ, રાજકોટ મુકામેથી રાજેશભાઈ શિવાભાઈ કોટડીયા પાસેથી લેવામાં આવેલ ખાદ્યચીજ ‘મિક્સ દૂધ (લુઝ)’ નો નમૂનો તપાસ બાદ રિપોર્ટમાં ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ)ની હાજરી મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.
ફૂડ વિભાગ દ્વારા કુલ 4 નમૂના લેવાયા
બરફ ગોલાનું સીરપ -માવા મલાઈ ફલેવર (લુઝ) : સ્થળ -આઝાદ આઈસ ગોલા, રણછોડ નગર-10, જે.પી. જવેલર્સ સામે, પેડક રોડ, રાજકોટ.
આઈસ ગોલાનું સીરપ કાલાખટ્ટા ફ્લેવર (લુઝ) : સ્થળ -રાજ ગોલા, પ્રગતિ કોમ્પેલેક્ષ, શોપ નં.12-13-14, 150 ફૂટ રિંગ રોડ, રાજકોટ.
રાઈ (આખી- લુઝ): સ્થળ -ભવાની મસાલા ભંડાર (મંડપ), ખોડિયાર મસાલા માર્કેટ, સ્ટર્લિંગ હોસ્પિટલની સામે, 150 ફૂટ રિંગ રોડ, રાજકોટ.
બરફ ગોલાનું સીરપ -ઓરેંજ ફલેવર (લુઝ): સ્થળ -શ્રી શક્ત ગાત્રાળ ડ્રાયફૂટ ગોલા, સિટી કલાસીક કોમ્પ્લેક્ષ, શોપ નં. 33, જીવરાજ પાર્ક મે. રોડ, વસંત વાટિકા સામે, રાજકોટ.