રાજકોટના હાર્દસમા પેલેસ રોડ પર માં ભગવતી શ્રી આશાપુરા માતાજીનું અતિ પ્રાચીન મંદિર આવેલું છે. માતાજીના દર્શને રાજકોટના શ્રદ્ધાળુઓ દરરોજ મોટી સંખ્યામાં આવતા હોય છે. વર્ષો જુના મંદિરની સ્થાપના 1935માં રાજવી પરિવાર દ્વારા કરાઈ હતી. આ મંદિરના પ્રાંગણમાં પક્ષીઓ પણ પોતાનું પેટ ભરતા હોય છે. નિયમિત દર્શને આવતા માઇભક્તો પણ અહીં પક્ષીઓને દાણા નાખીને પોતાના પુણ્યનું ભાથું બાંધતા હોય છે.
રાજકોટના પેલેસ રોડ સ્થિત શ્રી આશાપુરા માતાજીના મંદિરે પુણ્યનું ભાથું બાંધતા માઇભક્તો

Follow US
Find US on Social Medias