રેકોર્ડિંગ સ્ટુડિયો અને કોમ્પ્યુટર લેબ સહિતના નવા પ્રોજેક્ટ્સને મંજૂરી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.19
ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠક યુનિવર્સિટીના કુલપતિ પ્રો.(ડો.)પ્રતાપસિંહ ચૌહાણની અધ્યક્ષતામા યોજાઈ હતી, આ બેઠકમાં યુનિ.ના માળખાગત વિકાસના વિવિધ કાર્યોની મંજૂરીઓ તેમજ શૈક્ષણિક બાબતોની ચર્ચા સમીક્ષાઓ કરી અને વહેલી તકે યુનિવર્સિટી કેમ્પસમાં બિલ્ડીંગ નિર્માણાધિન થાય તે દિશામાં નિર્ણયો લેવામાં આવ્યા હતા.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે 12.97 કરોડનાં ખર્ચે પી.એમ. ઉષા અનુદાનમાંથી યુનિવર્સિટી ભવનમાં રેકોર્ડિંગ સ્ટુડિયો, યુનિવર્સિટી અતિથિ ભવન, કોમ્પ્યુટર લેબ સહિતનાં માળખાગત બાંધકામ અને ડેવલપમેન્ટના કાર્યોને ટેન્ડર પ્રક્રિયાને બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા મંજૂર કરવામાં આવેલ, તદુપરાંત સેન્ટર ઓફ એક્સલન્સ ફોર વાઇલ્ડ લાઇફ એન્ડ કંઝર્વેશન સ્ટડીઝ ભવનના બાંધકામ માટે 9.84 કરોડનાં કામો માટે ટેન્ડર પ્રક્રિયાને પણ મંજુર કરવામાં આવેલ હતી, આ સાથે રૂપિયા 48 કરોડથી ઉપરાંતના ખર્ચથી યુનિ.ભવનના કમ્પાઉન્ડ વોલ, વહિવટી ભવનનાં ફર્નિચર ઈત્યાદી વિકાસ કાર્યોની ટેન્ડર પ્રક્રિયાને બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા મંજૂર કરવામાં આવેલ હતા. રાજ્ય સરકાર દ્વારા સેન્ટર ઓફ એક્સેલેન્સ ફોર વાઈલ્ડ લાઈફ એન્ડ ક્ધઝર્વેશન સ્ટડીઝની મંજૂર થયેલ વિવિધ જગ્યાઓને ભરતી કરવા માટે પણ બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. ચાલુ વર્ષ દરમિયાન કોલેજના ચાલુ જોડાણ અને અનુસ્નાતક કેન્દ્રોને માન્યતા આપી બહાલી આપવામાં આવી હતી, યુનિવર્સિટીના કુલપતિ દ્વારા મહર્ષિ વેદ વ્યાસ ચેર અને ડો. બાબા સાહેબ આંબેડકર ચેર શરૂ કરવા રજુ થયેલ પ્રસ્તાવને બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યો હતો. આ સાથે યુનિવર્સિટીના સંશોધનોના વિકાસ થાય તે માટે બોર્ડ ઓફ રિચર્સ સેન્ટર શરૂ કરવા પણ મંજૂરી આપવામાં આવી હતી. એમ વ્યાસ અને ડો. રેખાબેન એમ ગુંજારીયાએ ઓનલાઇન હાજરી આપી હતી. આ બેઠકમાં કૂલપતિ પ્રો.(ડો.) પ્રતાપસિંહ ચૈાહાણે યુનિ.નાં સર્વાંગી વિકાસ માટે સહિયારા પ્રયાસ થી યુનિ.નાં શૈક્ષણિક અને વહિવટી તથા નુતન ભવનનાં બાંધકામનાં કાર્યને વેગવંતુ બનાવવા હિમાયત કરી જણાવ્યુ હતુ કે યુનિ. દ્વારા વિદ્યાર્થીઓને લગતા સેમિનાર અને વિદ્યાર્થિલક્ષી વ્યવસ્થાઓ ઊભી થાય તે માટેનાં પ્રયાસો આગામી દિવસોમાં કરવામાં આવશે.