શહેરીજનોની ચિંતા બજેટમાં દૂર, કોઇ કર-વેરો નહીં
કલેકટર, મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં બજેટ રજુ કરવામાં આવ્યું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.19
મોરબી મહાનગર પાલિકા બન્યા બાદ પ્રથમ વખત મોરબી શહેર અને નવા ભળેલા 12 ગામના આંતર માળખાકીય વિકાસ કામના આયોજન માટેનું બજેટ બન્યું છે. મોરબી મનપાએ રજુ કરેલા પ્રથમ બજેટને વહીવટદાર અને જિલ્લા કલેકટર કિરણ ઝવેરીની હાજરીમાં કમિશ્નર સ્વપ્નીલ ખરે દ્વારા રજુ કરવામાં આવ્યું છે. મનપા બન્યા બાદ વેરો વધારો ઝીંકવામાં આવશે તેવી ચિંતા શહેરીજનોને સતાવી રહી હતી, જોકે આ વર્ષના બજેટમાં વેરામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.
મોરબી મહાનગર પાલિકાનું રૂપિયા 783.02 કરોડનું બજેટ તૈયાર કરવામાં આવ્યું છે, જે નગર પાલિકાના બજેટ કરતા લગભગ રૂપિયા 600 કરોડ વધુ છે, ગત વર્ષે નગર પાલિકા દ્વારા રજુ કરેલું બજેટ માત્ર રૂપિયા 186 કરોડનું હતું.
મનપાના ખર્ચની વાત કરીએ તો મૂડી ખર્ચ એટલે કે જે શહેરની મિલકતના વિકાસ અને નવી મિલકત ઉભી કરવા 690.35 કરોડનો, જ્યારે વહીવટી કામગીરી એટલે કે મૂડી ખર્ચ માટે 73.17 કરોડનો ખર્ચ કરવાનો અંદાજ લગાવવમાં આવ્યો છે. જ્યારે આ ખર્ચ માટે આવકના મુખ્ય સ્ત્રોત તરીકે 711 કરોડ રૂપિયા જેટલી આવક રાજ્ય સરકારની અલગ અલગ ગ્રાન્ટમાંથી થવાનો અંદાજ છે તો 71.25 કરોડ રૂપિયા જેટલી આવક અલગ અલગ વેરા, ભાડા પટ્ટાના વ્યાજ તેમજ અન્ય મૂડી આવકથી થવાનો અંદાજ છે. આ ઉપરાંત 50 કરોડ જેટલી આવક અનામત પેટે થવાની શક્યતા સેવાઈ રહી છે.
મોરબી મનપાનું કુલ 783 કરોડનું બજેટ રજુ કરાયું છે જેમાં આવકનો સ્ત્રોતમાં 711.77 કરોડ મૂડી આવક, 71.25 કરોડ મહેસુલી આવક અને 50.22 કરોડ અનામત આવક દર્શાવવામાં આવી છે અને ખર્ચ ક્યાં ક્યાં થશે તેમાં બાંધકામ શાખા, રસ્તા, નાલા, તેમજ ફૂટપાથ માટે 36,251.2 લાખ, અગ્નિશમન શાખા માટે 6300 લાખ, આઈટી ડીપાર્ટમેન્ટમાં 2575 લાખ, વોટર વર્કસ શાખા માટે 1000 લાખ, કોમ્યુનીટી હોલ, ઓડીટોરીયમ, વાંચનાલય, વોર્ડ ઓફીસ 1000 લાખ, રોશની શાખા માટે 315 લાખ, વર્કશોપ શાખામાં 210 લાખ અને અન્ય 29.5 લાખનો ખર્ચ એમ કુલ મૂડી ખર્ચ 69035.4 લાખનો ખર્ચ દર્શાવવામાં આવ્યો છે. જયારે મહેસુલી ખર્ચમાં ખાસ ક્ધઝ્વર્ન્સીમાં 1154 લાખ, સ્ટાફ અન્ય ખર્ચ 825 લાખ, ચૂંટણી શાખામાં 501 લાખ, જી.એ.ડી.માં 475.75 લાખ, જનરલ ક્ધઝવર્ન્સીમાં 456 લાખ, વર્કશોપમાં 374 લાખ, ડ્રેનેજ માટે 341 લાખ, અન્ય 288 લાખ, બાધકામમાં 263 લાખ, જાહેર બગીચા માટે 172 લાખ, વેરા વસુલાત માટે 135 લાખ, અગ્નિશમન શાખા માટે 125 લાખ, લોન ચાર્જીસ માટે 120 લાખ, સુરક્ષા શાખા માટે 101 લાખ, કમિશ્નર વિભાગ માટે 77 લાખ અને રોશની શાખા માટે 36.85 લાખ સહીત કુલ મહેસુલી ખર્ચ 7317.2 લાખનો દર્શાવવામાં આવ્યો છે
વર્ષ 2025-26 માં અનેકવિધ વિકાસ કાર્યોની જોગવાઈ કરવામાં આવી
મોરબીના ઉમિયા સર્કલ નવો બ્રીજ બનાવવા 75 કરોડની જોગવાઈ
મુખ્ય કચેરી તથા 2 ઝોન ઓફીસ બાંધકામ બાંધકામ માટે 58 કરોડ
મોરબી મહાપાલિકા વિસ્તારમાં 13 વોર્ડ ઓફીસ બાંધકામ જોગવાઈ 8 કરોડ જોગવાઈ
સેન્ટ મેરી સ્કૂલ પાસે રેલ્વે ઓવરબ્રિજ બનાવવાનું કામ (ૠઞઉઈ)
હયાત 24 સર્કલના બ્યુટીફીકેશનનું કામ
મચ્છુ નદીમાં ડાઉનસ્ટ્રીમ બ્રીજ તેમજ 2 નવા અપસ્ટ્રીમ બ્રિજના કામ
મોરબી મહાપાલિકા રીંગ રોડનું કામ જોગવાઈ
- Advertisement -
મુખ્ય 5 રોડ આઇકોનિક રોડ તરીકે વિકસાવવામાં આવશે
શનાળા રોડ 3500 મીટર
નવલખી રોડ 1500 મીટર
નાની કેનાલ રોડ 2250 મીટર
જઙ રોડથી આલાપ રોડ 950 મીટર
લાલબાગથી અરુણોદય સર્કલ, અરુણોદય સર્કલથી ઉમા સ્કૂલ 2200 મીટર