આરોપી બંધુઓની હોટેલમાંથી ગેરકાયદે વીજ કનેક્શન દુર કરાયું
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.19
હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પંકજ ચમનભાઈ ગોઠી તથા તેના ભાઈ ધર્મેન્દ્ર ચમનભાઈ ગોઠી નામના બે ભાઈ છે તેઓ વિરુધ્ધમાં ઈંગ્લીશ દારૂના અને હથિયારના અને મારામારીના તેમજ અન્ય અલગ અલગ ગુન્હાઓ દાખલ થયેલ છે તે અસામાજિક તત્વોની કબજા ભોગવટાની હળવદમાં સામંતસર તળાવની પાળ પાસે હાઈવે નજીક આવેલ ઘરનો રોટલો નામની હોટલ છે તેવા અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવા સારું ઉુજઙ સમીર સારડાની સૂચના મુજબ પી.આઇ આર.ટી વ્યાસ સહિત હળવદ પોલીસ ટીમ આ અસામાજિક તત્વોની હોટલ ચેક કરવા ગઈ ત્યારે ત્યાં ગેરકાયદે વીજ કનેક્શન લીધેલ હોવાનું જણાય આવતા પી.જી.વી.સી.એલ.સ્ટાફ કે.પી.પટેલ જુનિયર એન્જિનિયર હળવદની ટીમને બોલાવીને આ કનેક્શન દૂર કરવામાં આવ્યા અને આ અંગેની ફરિયાદ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે જેમાં આશરે પાંચેક લાખ રૂપિયા જેવો દંડ થઈ શકે છે. આ હોટલ જ્યાં છે તે જગ્યાની બાંધકામ કરવા અંગે નગરપાલિકાની મજૂરી લીધેલ નથી આ જમીન સરકારી હોવાનું પ્રાથમિક તપાસ કરતા જણાઈ આવેલ છે જેથી આગામી સમયમાં નગરપાલિકા મારફતે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.