કોર્ટની મંજૂરી મળતા પોલીસે નશીલા માલનો નિકાલ કર્યો
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.26
હળવદ તાલુકામાંથી વર્ષ 2024 માં ઇંગ્લીશ દારુનો જુદીજુદી રેડ કરી પકડાયેલ કુલ 4785 બોટલો તેમજ 747 લીટર દેશી દારૂ આમ કુલ મળીને 10,43,831 નો દારૂના મુદામાલનો નાશ કર્યો છે.
હળવદ તાલુકાના પીઆઇ આર.ટી.વ્યાસ દ્વારા કોર્ટમાંથી જરૂરી મંજુરી મેળવીને ઇંગ્લીશ તથા દેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવેલ છે અને સુખપર ગામની સિમમાં ડેમ તરફ જવાના રસ્તે ખરાબા વાળી પડતર જગ્યાએ દારૂ લઇ જઇને ત્યાં પોલીસ, રેવન્યુ તથા નશાબંધી વિભાગના અધિકારીને સાથે રાખી પંચોની હાજરીમાં દારૂનો નાશ કર્યો છે.
- Advertisement -
જેમા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ 2024 માં કુલ 25 દારૂના ગુનાના નોંધાયેલ હતા જેમા ઇંગ્લીશ દારુનો જથ્થો કુલ બોટલો તથા બીયર સાથે નંગ 4785 જેની કિંમત 8,94,431 તથા દેશી દારૂના કુલ 80 ગુનામાં 747 લીટર દેશી દારૂ જેની કિંમત 1,49,400 આમ કુલ 10,43,831 નો મુદામાલ જેમા ઇંગ્લીશ દારુ તથા દેશી દારૂનો તોડીફોડી નાશ કરવામાં આવેલ છે.