રાજકોટ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા શાંતિનગર મેઈન રોડ પર રૈયા ધારમાં ચેકિંગ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા શાંતિનગર મેઈન રોડ પર રૈયા ધારમાં આવેલ જલારામ ખમણમાં ચકાસણી કરવામાં આવી હતી.. તપાસ દરમિયાન આ પેઢીમાં 4 કિલો વાસી ચટણી મળી આવી હતી અને સ્થળ પર જ તેનો નાશ કરવામાં આવ્યો હતો. તેમજ આ પેઢીને લાયસન્સ અંગે નોટિસ આપવામાં આવી હતી. આ સિવાય તુલીપ પાર્ટી પ્લોટની સામે ગોંડલ રોડ હાઇવે પર આવેલ જય રાજપુતાના ફૂડ સેન્ટર પેઢીની ચકાસણી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પેઢીમાં 2 કિલો વાસી નોનવેજ ખોરાક મળી આવતા સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. તેમજ લાયસન્સ અંગે નોટિસ આપવામાં આવી હતી. ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે લક્ષ્મીવાડી મેઈન રોડ વિસ્તારમાં ચકાસણી તથા અવેરનેસ હાથ ધરવામાં આવી હતી. જેમાં 12 પેઢીની ચકાસણી કરવામાં આવી હતી. ચકાસણી દરમિયાન વેચાણ થતાં દૂધ, ઠંડાપીણાં, મસાલા, ચા તથા ઉપયોગમાં લેવાતા ખાદ્યતેલ વગેરેના કુલ 10 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી. આ ઉપરાંત સહકાર મેઈન રોડ વિસ્તારમાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 20 પેઢીની ચકાસણી કરવામાં આવી હતી તથા ચકાસણી દરમિયાન 10 પેઢીને લાયસન્સ અંગે નોટિસ આપી હતી.
- Advertisement -
આ 10 પેઢીને લાયસન્સ અંગે નોટિસ
1. નકલંક ટી સ્ટોલ
2. ત્રિશુલ કોલ્ડ્રીંક્સ
3. ત્રિશુલ પાન
4. ભોલેરામ પ્રોવિઝન સ્ટોર
5. જલારામ પાન
6. ગેલેક્સી પાન
7. મારુતિ ફાસ્ટફૂડ
8. બાલાજી ફાસ્ટફૂડ
9. હિરવા અમુલ પાર્લર
10. જય રામનાથ ઘૂઘરા
નમુનાની કામગીરી
1. મિક્સ દૂધ (લુઝ)
સ્થળ: ઘનશ્યામ ડેરી ફાર્મ, માધવ પાર્ક મેઇન રોડ, અલય વાટિકા પાસે.
2. મિક્સ દૂધ (લુઝ)
સ્થળ: રાધેશ્યામ ડેરી ફાર્મ, ઇન્દ્રપ્રસ્થ હોલ, શોપ નં.5, મવડી રોડ.
3. ચીકન બિરીયાની (પ્રીપેર્ડ-લુઝ)
સ્થળ: જય રાજપુતાના ફૂડ સેન્ટર, તુલીપ પાર્ટી પ્લોટની સામે, ગોંડલ રોડ હાઇવે.