મનપાની ફૂડ શાખાનું ચેકિંગ: 150 કિલો અખાદ્ય મીઠાઈ અને 60 કિલો શિખંડના જથ્થાનો નાશ
સીતારામ ડેરીના પેંડાના માવામાં ફૂગ મળી આવતા તેનો સ્થળ પર જ નાશ કરાયો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાનું ફૂડ વિભાગ સતત દરોડા પાડીને અખાદ્ય ફરસાણ અને મીઠાઈ ઝડપીને તેનો નાશ કરી રહ્યા છે ત્યારે આજે મોરબી રોડ પર આવેલા સીતારામ ડેરી ફાર્મમાં દરોડા પાડ્યા હતા. જેમાં કોલ્ડ સ્ટોરેજમાં રાખેલો 4500 કિલો ડુપ્લીકેટ મીઠો માવો જપ્ત કરી માલિક અશોકભાઈ સંખાવરાને નોટિસ ફટકારી છે. ફૂડ વિભાગ દ્વારા માવાના પેકેજીંગ પર કોઈ પ્રકારની ઉત્પાદનની વિગતો દર્શાવાઈ નથી. આ માવામાં ફૂગ પણ મળી આવતા તેનો સ્થળ પર જ નાશ કરાયો હતો. આ સિવાય 150 કિલો વાસી મીઠાઈ અને 60 કિલો વાસી શિખંડના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.