ગરબામાં 50 શી ટિમો તૈનાત રહેશે :કંટ્રોલમાં પણ 3 શિફ્ટમાં પીએસઆઈ ફરજ બજાવશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાતમાં નવરાત્રી પર્વને લઈને અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે ત્યારે લોકો આખું વર્ષ નવરાત્રી પર્વની રાહ જોતાં હોય છે ત્યારે નવરાત્રીને હવે ગણતરીના કલાકો જ બાકી પોલીસ તંત્ર સુરક્ષા વ્યવસ્થાને ખાસ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે રાજકોટ રેન્જ આઈ.જી. અશોકકુમાર દ્વારા રેન્જમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું છે રેન્જમાં આવતા સુરેન્દ્રનગર, દ્વારાકા, જામનગર, રાજકોટ અને મોરબી જીલ્લાના પોલીસ વડાઓ સાથે પોલીસ બંદોબસ્ત બાબતે મિટિંગ યોજી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી નવરાત્રી આયોજકો અને સ્વયમસેવકો સાથે બેઠક કરવામાં આવી હતી 5 જિલ્લાઓમાં 7500 થી વધુ પોલીસ જવાનો અને હોમગાર્ડનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે મહિલાઓની સુરક્ષા માટે સિવિલ ડ્રેસમાં પોલીસ તૈનાત કરવામાં આવી છે 50 શી ટિમો પણ ગરબામાં સુરક્ષા અર્થે તૈનાત રહેશે ગરબાના અયોજકને પણ સૂચના આપી નિયમોનું પાલન કરવા જણાવાયું છે પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલીગ, કોમ્બિગ નાઈટ પણ કરવામાં આવશે લોકોને ટ્રાફિકમાં મુશ્કેલીઓ ના પડે તેના માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે કોઈપણ વ્યક્તિને મુશ્કેલીઓ પડે તો તરત 100 નંબર પર કોલ કરવા જણાવાયું છે ક્ધટ્રોલમાં પણ 3 શિફ્ટમાં પીએસઆઈ લેવલના અધિકારીઓ કામગીરી કરશે પબ્લિક પણ નિયમોનું પાલન કરે અને શાંતિપૂર્ણ માહોલમાં તહેવારોની મજા માણે તે માટે અપીલ કરવામાં આવી છે.
- Advertisement -
નવરાત્રી મહોત્સવને લઈને પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા-વ્યવસ્થાથી સજ્જ
રાજકોટ પોલીસ કમિશનરનું નવરાત્રી સંદર્ભે જાહેરનામું
રાત્રિના 12 વાગ્યે માઇક, લાઉડ સ્પીકર બંધ કરી દેવા સૂચના
- Advertisement -
જાહેરનામાનો ભંગ કરનાર સામે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજ્યભરમાં નવરાત્રી મહોત્સવ ઉજવવા માટે અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે ત્યારે કાલથી શરૂ થતા નવલા નોરતામાં અર્વાચીન રાસોત્સવ અને ગરબી સંદર્ભે પોલીસ કમિશ્નરએ જાહેરનામું પ્રસિદ્ધ કરી રાત્રીના 12 વાગ્યે જ લાઉડ સ્પીકર બંધ કરી દેવા જણાવ્યું છે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડિયાએ પ્રસિદ્ધ કરેલા જાહેરનામામાં જણાવ્યું છે કે આગામી તારીખ 3 ઓક્ટોબરથી 12 ઓક્ટોબર નવરાત્રી પર્વની ઉજવણી થનાર હોય શહેરમાં પ્રાચીન ગરબી તેમજ અર્વાચીન રાસોત્સવનું પણ ઠેર ઠેર આયોજન કરવામાં આવ્યું ત્યારે પોલીસ કમીશ્નરેટ વિસ્તારમાં થતા આ પ્રકારના તમામ આયોજનોમાં રાત્રીના 12 વાગ્યે તમામ માઈક તથા લાઉડ સ્પીકર બંધ કરી દેવા જણાવાયું છે 12 વાગ્યા પછી પણ જો કોઈ લાઉડ સ્પીકર ચાલુ રાખશે તો તેની સામે જાહેરનામાં ભંગ સબબ ભારતીય ન્યાય સંહિતાની કલમ 223 તથા જી.પી.એક્ટ કલમ 131, 134, 135, 136 મુજબ ફરિયાદ નોંધી કાર્યવાહી કરવામાં આવશે