દેવ દિવાળી મધ્યરાત્રિથી પરિક્રમા પ્રારંભ કરાવતા સંતો
સાધુ સંતો આગેવાનોએ ધાર્મિકવિધિ સાથે ભાવિકોને પ્રસ્થાન કરાવ્યું
- Advertisement -
36 કિ.મી. રૂટ પર માનવ કીડિયારું ઉભરાયું
પરિક્રમાના તમામ સ્થળો પર ભાવિકોની ભીડ જામી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ગીરનાર ની લીલી પરિક્રમા ત્રણ દિવસ થી ભાવિકો નું આગમન થઇ ચૂક્યું હતું અને ત્રણ દિવસ માં 6 લાખ ભાવિકો ભવે ભવ નું ભાથું બાંધવા પરિક્રમા માં જોડાયા હતા ત્યારે દેવ દિવાળી કારતક સુદ અગિયારશ ની મધ્ય રાત્રિથી ગિરનાર તીર્થ ક્ષેત્ર ના વરિષ્ઠ સંત હરીગીરી મહારાજ સાથે સાધુ સંતો અને મનપા પદાઅધિકારી અને અધિકારી ની ઉપસ્થિતિ માં દીપ પ્રાગટ્ય અને રીબીન કાપીને ભાવિકો ને પ્રસ્થાન કરાવ્યું હતું પરિક્રમા નો પ્રારંભ ઔપચારિક રહ્યો હતો વિધિવત પરિક્રમા ના પ્રારંભ પેહલા ત્રણ લાખ ભાવિક પરિક્રમા કરવા આવી ગયા હતા ત્યારે પરિક્રમા ના 36 કી.મી.રૂટ પર આવતા જીણાબાવા ની મઢી માળવેલા બોરદેવી સહીત ના ધર્મ સાથનો માં હૈયે હૈયું દળાય તેટલું માનવ મહેરામણ જોવા મળ્યું હતું ત્યારે પરિક્રમા ભોજન ભજન અને ભક્તિ નો માહોલ જોવા મળ્યો હતો અને જય ગિરનારી ના નાદ સાથે ભાવિકો નો પ્રવાહ સતત પરિક્રમા રૂટ પર જોવા મળ્યો હતો પરિક્રમા ના રૂટ પર આવેલા અન્નક્ષેત્રો ધમધમતા જોવા મળ્યા હતા અને હજારો એવા ભાવિકો પરિક્રમા જોડાયા હતા કે પોતાની સાથે ખાધ્ય સામગ્રી સાથે લાવ્યા હતા અને જંગલ માં ભોજન બનાવી ને વન્ય ભોજન ની મોજ માણી હતી તેની સાથે પ્રભુ ભજન કરતા કરતા પરિક્રમા નો માહોલ ધાર્મિક મય બન્યો હતો બીજી તરફ ભવનાથ તળેટી માં પરિક્રમા ની રંગત જોવા મળી હતી અને ઉતારા મંડળ માં ભજન ની રમઝટ બોલી હતી અને નામી અનામી કલાકરો એ ગિરનારી ભજન ની છોળો સાથે ભાવિકોને મોજ કરાવી હતી આજ સાંજ સુધી હજુ ભાવિકોની ઘસારો પરિક્રમામાં આવશે જેનો આંકડો 8 લાખ સુધી થવાનો અંદાજ જોવા મળી રહ્યો છે.
- Advertisement -

પરિક્રમામાં યુવાન મહિલાઓ મોટી સંખ્યા
ગરવા ગિરનારની પરિક્રમામાં આ વર્ષે નાની વયના યુવાનો પ્રથમ વખત બોહળી સંખ્યામાં જોડાયા જોવા મળ્યા હતા તો તેની સાથે મહિલાઓ ન ખુબ મોટી સંખ્યામાં જોડાઈ હતી કોઈ પ્રથમ વખત તો કોઈ 10 વર્ષ તો કોઈ 15 – 20 વર્ષથી પરિક્રમા કરતા હોવાનું જોવા મળ્યું હતું.
સોંરાષ્ટ્રના ધર્મસ્થાનોમાં ભાવિકોનો જમાવડો
જૂનાગઢ ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણ કરીને જિલ્લાના સતાધાર આપા ગીગાની જગ્યા ,પરબ વાવડી પરબ ધામ તેમજ ઉપલા દાતાર અને ગિરનાર અંબાજી મંદિર સહીતના ધાર્મિક સ્થાનોમાં ભાવિકોનો ઘસારો જોવા મળી રહયો છે અને ત્રણ દિવસ સુધી ભાવિકો વિવિધ ધર્મ સ્થાનો માં જોવા મળશે.



