ધુમ્મસના કારણે વાહનચાલકોની સ્પીડ ઘટી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આજે ગાઢ ધુમ્મસ છવાયું હતું. ગાઢ ધુમ્મસના કારણે રસ્તાઓ પર કંઈ ન દેખાવાના કારણે વાહનચાલકો પરેશાન બની ગયા હતા. તો બીજીબાજુ ગુલાબી ઠંડીમાં વહેલી સવારે લોકો વોકિંગ કરતાં જોવા મળ્યા હતા. સવારે ગાઢ ધુમ્મસ છવાયેલું હતું જેના કારણે આજે સૂર્યનારાયણ પણ દેખાયા ન હતા. ગાઢ ધુમ્મસના કારણે હાઈવે પર વાહનચાલકોની સ્પીડ પર પણ બ્રેક લાગી હતી અને ગાડી ધીમી ચલાવવી પડી હતી તેમજ પાર્કિંગ લાઈટ, હેડલાઈટ ચાલુ રાખીને વાહનચાલકોને વાહનો ચલાવવાનો વારો આવ્યો હતો.