અંદાજે 4765 ચો.મી.ની જમીન પર ગેરકાયદે દબાણ દૂર કરાયું
રાજકોટ મહાનગરપાલિકાના પ્લોટમાં અનેક જગ્યાએ દબાણ થઈ ગયા છે. ત્યારે તેની સામે મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખાએ આકરી કાર્યવાહી કરી છે. આજે વોર્ડ નં.1 માં આવેલ ટી.પી. સ્કીમ નં.22-રૈયા (અંતિમ) તથા ટી.પી. સ્કીમ નં.16-રૈયા (અંતિમ) ના પ્રાપ્ત થયેલા અનામત હેતુના પ્લોટમાં અમલીકરણના ભાગરૂપે તથા ટી.પી. રોડમાં થયેલ ગેરકાયદે દબાણ/બાંધકામ દુર કરવા ડિમોલીશન હાથ ધરાયું હતું. જેમાં 4765.00 ચો.મી.ની અંદાજીત 30.22 કરોડ ની જમીન ખુલ્લી કરાવેલ છે. જેની વિગતો નીચે મુજબ છે. આ ડીમોલીશનમાં ટાઉન પ્લાનીંગ શાખા વેસ્ટ ઝોનના આસી. ટાઉન પ્લાનર એમ. આર. મકવાણા, આર. એમ. વાછાણી તથા વેસ્ટ ઝોનનો તમામ ટેકનીકલ સ્ટાફ, જગ્યા રોકાણ શાખાનો સ્ટાફ, રોશની શાખાનો સ્ટાફ તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિજિલન્સનો પોલીસ સ્ટાફ સ્થળ પર હાજર રહ્યો હતો