ગેરકાયદે ખડકાયેલી 8 દુકાનો અને એક મકાનના માર્જીનને ટી.પી.શાખા દ્વારા તોડી પડાયું
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાના પ્લોટ પર ઉભા કરી દેવામાં આવેલા દબાણો દૂર કરવાની કામગીરી આજરોજ હાથ ધરવામાં આવી હતી. જેના ભાગરૂપે આજે ટાઉન પ્લાનીંગ શાખાએ મવડીમાં ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરી હતી. અતિથી ચોક પાસે આવેલા દિલીપભાઈ કપુપરાના મકાનનો માર્જીનનો ભાગ અને આદર્શ એવન્યુની સામે આવેલી 8 દુકાનો પર ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું.
- Advertisement -
આ ડીમોલીશનમાં ટાઉન પ્લાનીંગ શાખા વેસ્ટ ઝોનના આસી. ટાઉન પ્લાનર એમ. આર. મકવાણા, આર. એમ. વાછાણી તથા વેસ્ટ ઝોનનો તમામ ટેકનીકલ સ્ટાફ, જગ્યા રોકાણ શાખાનો સ્ટાફ, રોશની શાખાનો સ્ટાફ તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિજિલન્સનો પોલીસ સ્ટાફ સ્થળ પર હાજર રહ્યા હતા.