ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખાએ ગેરકાયદે બાંધકામ વિરુદ્ધ ડિમોલેશન કર્યું છે જેમાં આજે વોર્ડ નં.1, ટી.પી. સ્કીમ નં.36/3-ઘંટેશ્વર-પરાપીપળિયા(મુસદ્દારૂપ), વોર્ડ નં.10, ટી.પી. સ્કીમ નં.20-નાનામવા(પ્રારંભિક), વોર્ડ નં.12, ટી.પી. સ્કીમ નં.15-વાવડી(અંતિમ) માં પ્રાપ્ત થયેલ અનામત હેતુના પ્લોટમાં તથા વોર્ડ નં.1, ટી.પી. સ્કીમ નં.33-રૈયા(મુસદ્દારૂપ)ના મુળખંડ નં.49 માંથી પસાર થતો 18 મી. ટી.પી. રોડ તથા વોર્ડ નં. 11, ટી.પી. સ્કીમ નં.27-મવડી(અંતિમ)ના 12 મી. તથા 24 મી. ટી.પી. રોડમાં અમલીકરણના ભાગરૂપે નડતરરૂપ થયેલ ગેરકાયદે દબાણ- બાંધકામ દુર કરવા ડીમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
- Advertisement -
જેમાં 375 ચો.મી.ની અંદાજીત 2.15 કરોડની જમીન ખુલ્લી કરાવી છે. આ ડીમોલીશનમાં ટાઉન પ્લાનીંગ શાખા વેસ્ટ ઝોનના આસિ. ટાઉન પ્લાનર જી. ડી. જોષી, આર. એન. મકવાણા તથા વેસ્ટ ઝોનનો તમામ ટેકનીકલ સ્ટાફ, જગ્યા રોકાણ શાખાનો સ્ટાફ તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિજિલન્સનો પોલીસ સ્ટાફ સ્થળ પર હાજર રહ્યો હતો.