1300 ચો.મી.ની જમીન પરથી ગેરકાયદે ખડકાયેલા બાંધકામો દૂર કરાયા
મહાનગરપાલિકા દ્વારા આજે મવડી અને નાના મવામાં મેગા ડીમોલીશનની કાર્યવાહી હાથ ધરાઈ હતી. વોર્ડ નં.11, ટી.પી. સ્કીમ નં.7-નાનામવા(અંતિમ) તથા 27-મવડીમાં પ્રાપ્ત થયેલા અનામત હેતુના પ્લોટમાં અમલીકરણના ભાગરૂૂપે નડતરરૂૂપ થયેલા ગેરકાયદેસર દબાણ- બાંધકામ દુર કરવા ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં 1300 ચો.મી.ની અંદાજીત 7.55 કરોડની જમીન ખુલ્લી કરાવી હતી.