રાજુલા માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટર રમેશભાઈ વસોયાએ ધારાસભ્યને રજૂઆત
ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
રાજુલા પંથકમાં સેટેલાઈટ સર્વેના આધારે પાણી પત્રક બનાવવા અને બાકી રહેલા પાણી પત્રકની તાત્કાલિક ધોરણે કરવા બાબતે માર્કેટીંગ યાર્ડના ડાયરેક્ટર અને રાજુલા પિયત સિંચાઈ મંડળના પ્રમુખ રમેશભાઈ વસોયાએ ધારાસભ્ય હીરાભાઈ સોલંકીને રજૂઆત કરવામાં આવી છે. જેમાં જણાવેલ કે, ખેડુતો દ્વારા જુલાઇ માસ દરમ્યાન ખેતરમાં વાવેતર કરતા હોય છે. તો જુલાઇ સરકાર દ્વારા ખેડુતોની હાજરીમાં સર્વે કરવામાં આવે તો ખેડુતોએ કયુ પાક વાવેતર કરેલ છે તેનું સ્પષ્ટીકરણ થઈ શકે તેમ છે. તેમજ આ સેટેલાઈટનાં સર્વનાં આધારે ખેડુતોનાં 12 નંબરમાં પાણી પત્રકની નોંધ કરવામાં આવે તો સરકાર દ્વારા જયારે ટેકાનાં ભાવે વિવિધ જણસીઓનાં ખરીદી અંગેનાં ઓનલાઈન ફોર્મ ભરવાનાં થાય ત્યારે 12 નંબરમાં વાવેતર અંગેનાં તલાટી મંત્રીનાં સહિ સીકકાની જરૂરીયાત રહે નહિ. સરકાર દ્વારા વિવિધ જણસીઓની ટેકાનાં ભાવે ખરીદી અંગેનાં ઓનલાઈન નોંધણીની સમય મર્યાદા નકિક હોય તેવા સમયે ખેડુતો પોતાનું ખેતીનું કામ પડતું મુકી એકીસાથે ખેડુતો તલાટી મંત્રી પાસે જઈ વાવેતર અંગેનાં સહિ સીકકા કરાવવા માટે ખેડુતોને ધકકા થતા હોય જેમાંથી ખેડુતોને મુકતી મળી શકે તેમ છે. તેમજ પાણી પત્રકમાં જે વિસંગતતા થાય છે તે વિસંગતતા દુર થઈ શકશે. અને જે વાવેતર હશે તેની જ પાણી પત્રકમાં નોંધ થશે. હાલ જુની નવી માંડરડી ગામમાં બે વર્ષથી પાણી પત્રક થયેલ નથી. તો એવા ઘણા ગામો હશે જેમાં પાણી પત્રક થયેલ ન હોય તો સમય મર્યાદામાં પાણી પત્રક બનાવવામાં આવે તેવી માંગ કરી છે. તેમણે આ પત્રની નકલ પ્રાંત અધિકારી, મામલતદાર અને રાજુલા માર્કેટિંગ યાર્ડના પ્રમુખ જીગ્નેશભાઈ પટેલને મોકલી છે.



