ખાસ-ખબર સંવાદદાતા
મોરબીના મહેન્દ્રનગર ગામના યુવા આગેવાન કેતનભાઈ અશ્વિનભાઈ બોપલિયા અને મોરબી તાલુકા પંચાયતના સદસ્યા ભાવનાબેન જયંતીલાલ શેરસિયાએ મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી હળવદ રોડ ઉપર આવેલ મહેન્દ્રનગર ચોકડી ખાતે ઓવરબ્રિજનું કામ મંજૂર કરવામાં આવ્યું છે તે ઓવરબ્રિજની ડિઝાઈન બદલાવવામાં આવે એટલે કે આ ઓવરબ્રિજમાં મેગા સિટીની જેમ નીચેના ભાગમાં પાર્કિંગ થઈ શકે તેવી ડિઝાઇન બનાવવામાં આવે તો લોકોની સુખાકારીમાં વધારો થાય તેમ છે જેથી કરીને હાલમાં ચાલતા કામને તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે અને નવી ડિઝાઇન મંજૂર કરીને કામ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.