જૂનાગઢ ABVP દ્વારા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જેમાં તેઓએ ટેટ 1 – 2 ટાટની કરાર આધારિત ભરતી રદ કરો અને કાયમી ભરતીની નિમણુક કરવાની માંગ કરવામાં આવી હતી જુનાગઢ અખિલ ભારતીય વિદ્યાર્થી પરીસદ દ્વારા કલેકટરને ટેટ અને ટાટના 11 મહિનાના કરાર આધારિત ભરતી કરવામાં આવી તે ભરતી રદ કરી કાયમી ભરતી કરવામાં આવે તેવી આવેદન પત્ર આપી માંગ કરવામાં આવી હતી.જેમાં જુનાગઢ જીલ્લા ના કાર્યકર્તાઓ સાથે જ્ઞાન સહાયક ની ભારતી ના ઉમેદવારો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.સાથે નગર મંત્રી રાજભાઈ અને જીલ્લાના પ્રમુખ કાર્યકર્તા જેનીશભાઈ ઉપસ્થિત રહ્યા હતા.