હત્યા ક્યા કારણોસર થઇ તે દિશામાં પોલીસે ટીમો બનાવી આરોપીને ઝડપી લેવા તપાસ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.14
- Advertisement -
જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકા ભાજપના મંત્રી અને ગળથ ગામના પૂર્વ સરપંચ વિનુભાઈ કેશુભાઈ ડોબરીયાની અજાણ્યા શખ્સો દ્વારા શરીરના પેટના ભાગે અને અને ગળાના ભાગે આડેધડ તીક્ષણ હથિયાર વડે બુધવારની રાત્રે ગળથ ગામ નજીક આવેલ એક દરગાહ પાસે હત્યા કરીને ફરાર થઇ ગયા અને વિનુભાઈનો લોહી નીતરતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ભાજપના મંત્રી વિનુભાઈ ડોબરીયા ઉ.59ની ઘાતકી હત્યા મામલે સમગ્ર ભેસાણ પંથકના શોકનું મોજું ફરી વળ્યું હતું અને હોસ્પિટલ ખાતે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને હત્યારાઓને ઝડપી લેવાની માંગ કરી હતી હત્યાનો બનાવ સામે આવતા એસપીની સૂચના અનુસાર તુરંત ડીવાયએસપી હિતેશ ધાંધલિયા અને ભેસાણ પીએસઆઈ એમ.એન.કાતરિયા સહિતના પોલીસ અધિકારીની અલગ અલગ ટિમો બનાવી હત્યા ક્યાં કારણોસર થઇ તે દિશામાં સઘન તપાસ શરુ કરી હતી અને હત્યા કરી ફરાર થઇ ગયેલ આરોપીને ઝડપી લેવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે જાણવા મળતી વિગત મુજબ હત્યારાઓ પોલીસના હાથવેંતમાં હોવાનું જાણવા મળી રહ્યું છે.