ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ તાલુકાના તરઘડિયા ગામે રહેતા સાત ખેડૂત પરિવારો પોલીસ કમિશનર કચેરી પહોંચ્યા હતા જ્યાં તેમણે રજૂઆત કરી હતી કે, અમારા ખેતર તરઘડીયાના સરવે નં-126માં આવે છે જ્યાં ગાડા માર્ગ પાસે આવેલા છે જ્યાં 5 લોકોએ અમારા ખેતરમાં જેસીબી ફેરવીને પાકને નુકસાન પહોંચાડ્યું છે.
અમારી ખેતીની જમીનમાં આવવા જવા માટે ગાડા માર્ગ આવેલો છે. અમારી જમીનથી અંદરની બાજુએ આ આરોપીઓની ખેતીની જમીન આવેલી છે. આરોપીઓની ખેતીની જમીન રોડથી ખુબ જ અંદરના ગાળે આવેલી હોવાથી તેઓ તેનું વેચાણ કરવા માંગતા હોય પરંતુ તેઓની જમીન અંદરગાળે હોય અને ફક્ત ગાડા માર્ગ હોય જેથી તેઓની જમીનનો લેવાલ ન થતા આરોપીઓ છેલ્લા 10 થી 12 વર્ષ અવાર નવાર રસ્તા બાબતે અમારી સાથે માથાકુટ કરે છે અને જેસીબી બોલાવીને અમારી ખેતીની જમીન નુકસાન કરે છે. પરંતુ દરેક વખતે સમાજના આગેવાનો અને ગામના આગેવાનો સમાધાન કરાવીને આરોપીઓ નુકસાન સહન કરતા ખેડુતોની માફી માંગીને સમાધાન કરતા હોય જેથી અમો ફરિયાદી કરવાનું ટાળતા હતા.
પરંતુ ગઈકાલે કારનો કાફલો તથા જેસીબી લઈને આરોપીઓ પૂરઝડપે આવતા લોકોમાં ભયનો માહોલ ફેલાવ્યો હતો. ફેસીંગ તાર તોડીને ઊભા મોલને નુકસાન પહોંચાડ્યું હતું. અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેથી આ લોકો વિરુદ્ધ ગુજસીટોક કાયદા હેઠળ ફરિયાદ કરવા માંગ કરાઈ છે.