– દિલ્હીના અગ્નિકાંડમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારને વળતર પેટે આર્થિક મદદ કરતા કેજરીવાલે 10-10 લાખ રૂપિયાની આર્થિક સહાય કરવાની જાહેરાત કરી છે.
– દિલ્હીમાં ગત રોજ બનેલી ભીષણ આગની દુર્ઘટનામાં 27 લોકોના મોત થયા હતા.
- Advertisement -
કેજરીવાલ સરકાર મૃતકના પરિવારને આપશે 10 લાખનું વળતર
દિલ્હીના મુંડકા મેટ્રો સ્ટેશનની નજીક આવેલા ઈલેક્ટ્રોનિક સામાનના ગોદામમાં ગત રોજ લાગેલી ભીષણ આગમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારને વળતર પેટે આર્થિક મદદ કરતા કેજરીવાલે 10-10 લાખ રૂપિયાની આર્થિક સહાય કરવાની જાહેરાત કરી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દુર્ઘટનાસ્થળે પહોંચી સ્થિતિની સમીક્ષા કરી હતી. ઘટનાસ્થળે સ્થિતિનું આંકલન કરવા માટે દિલ્હી સીએમ કેજરીવાલની સાથે સાથે ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન અને દિલ્હી પ્રશાસન, દિલ્હી ફાયર સેવા વિભાગ, દિલ્હી પોલીસના ટોપના અધિકારી પણ હાજર રહ્યા હતા.
મળેલી માહિતી મુજબ, દિલ્હીમાં થયેલી આ ભયંકર દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 27 થઈ ગઈ છે. તો વળી હજૂ પણ 25થી 27 લોકો ગુમ હોવાનું કહેવાય છે. આ દુર્ઘટનાામાં જ્યાં 60થી વધારે લોકો ઘાયલ હોવાની પણ સૂચના મળી છે. તેમની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. તો બીજી તરફ પીએમ રાહત કોષમાંથી મૃતકોના પરિવારને 2-2 લાખ રૂપિયા અને ઘાયલ લોકોને 50-50 હજાર રૂપિયાની આર્થિક મદદ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે.
- Advertisement -
CM Kejriwal visits Mundka blaze site, orders magisterial enquiry
Read @ANI Story | https://t.co/eIpVsg6GCr#Mundka #Mundkafiretragedy #ArvindKejriwal pic.twitter.com/BPFzb2B3ou
— ANI Digital (@ani_digital) May 14, 2022
મીડિયા સાથની વાતચીત દરમ્યાન, સીએમ અરવિંદ કેજરીવાલે ઘટના પર દુ:ખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ ઘટનામાં મૃતદેહ ઘણા ક્ષતિગ્રસ્ત થયા છે. ઓળખ કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે. એફએસએલ દ્વારા ડીએનએ કરવામાં આવશે. જેથી ખબર પડે કે, મૃતદેહ કોના છે. ઈશ્વરને પ્રાર્થના કરુ છું કે, પીડિત પરિવારને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે.
દિલ્હી સરકારના મજિસ્ટ્રેટે તપાસના ઓર્ડર આપ્યા છે. ઘટનામાં જેના મૃત્યુ થયા છે, તેમના પરિવારને 10-10 લાખનું વળતર આપવામાં આવશે. જે લોકો ઘાયલ થયા છે તેમને 50-50 હજાર રૂપિયા આપવામાં આવશે. બે ભાઈઓની ધરપકડ થઈ છે. તપાસમાં જે પણ દોષિત હશે, તેમને છોડવામા આવશે નહીં.
Delhi Mundka Fire | Delhi government has ordered a magisterial enquiry into the incident. Families of the deceased will be given Rs 10 lakhs compensation while the injured will be given Rs 50,000 compensation: CM Arvind Kejriwal pic.twitter.com/MN6TmLPuiG
— ANI (@ANI) May 14, 2022