દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)માં 250 વોર્ડ છે અને 1349 ઉમેદવારોનું ભાવિ EVMમાં બંધ છે. મતગણતરી માટે 42 કેન્દ્રો બનાવવામાં આવ્યા.
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થયા બાદ આજે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. MCD ચૂંટણીના એક્ઝિટ પોલમાં લગભગ તમામ સર્વે એજન્સીઓએ AAPની જીત અને BJP શાસનના અંતની આગાહી કરી છે. MCD ચૂંટણીને મોટે ભાગે AAP, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ત્રિકોણીય હરીફાઈ તરીકે જોવામાં આવી હતી. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)માં 250 વોર્ડ છે અને 1349 ઉમેદવારોનું ભાવિ EVMમાં બંધ છે. મતગણતરી માટે 42 કેન્દ્રો બનાવવામાં આવ્યા છે.
- Advertisement -
દિલ્હીમાં 4 ડિસેમ્બરે યોજાયેલી હાઈ-સ્ટેક્સ MCD ચૂંટણીમાં 50.48 ટકા મતદાન નોંધાયું હતું. મતગણતરી કેન્દ્રો શાસ્ત્રી પાર્ક, યમુના વિહાર, મયુર વિહાર, નંદ નગરી, દ્વારકા, ઓખલા, મંગોલપુરી, પિતામપુરા, અલીપોર અને મોડલ ટાઉન સહિતના વિસ્તારોમાં આવેલા છે. મતગણતરી કેન્દ્રો પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સની 20 કંપનીઓ અને 10,000થી વધુ પોલીસ કર્મચારીઓને સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા છે.
MCD polls: Counting of votes for 250 wards to begin at 8 am today
Read @ANI Story | https://t.co/0DF9fuD8RX#MCDElections2022 #MCDPolls #AAP #Congress #BJP #Delhi pic.twitter.com/gF6EIpSY2I
- Advertisement -
— ANI Digital (@ani_digital) December 7, 2022
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના એકીકરણ પછી આ પ્રથમ ચૂંટણી છે, જેને અગાઉ 3 ભાગોમાં વહેંચવામાં આવી હતી, જેમાં ઉત્તર MCD અને દક્ષિણ MCDમાં 104-104 વોર્ડ હતા, જ્યારે પૂર્વ MCDમાં કુલ 64 વોર્ડ હતા. આ રીતે આ ત્રણેય મહાનગરપાલિકામાં કુલ 272 બેઠકો હતી. સીમાંકન પછી ત્રણેય મ્યુનિસિપલ કોર્પોરેશનોને મર્જ કરીને એમસીડીની રચના કરવામાં આવી હતી અને કુલ વોર્ડની સંખ્યા 272 થી ઘટીને 250 થઈ ગઈ હતી.
મહત્વનું છે કે, 4 ડિસેમ્બર, રવિવારના રોજ MCD ચૂંટણી માટે મતદાન કરવામાં આવ્યું હતું, જેમાં 50.48 ટકા મતદાન નોંધાયું હતું. ત્યારબાદ 250 વોર્ડમાં ઉભા રહેલા કુલ 1349 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ કરવામાં આવ્યું હતું. આજે સવારે 8 વાગ્યે આ ઈવીએમના લોક ખુલશે અને મતગણતરી શરૂ થશે. આ વખતે એમસીડીની ચૂંટણીમાં જ્યાં AAP અને ભાજપે તમામ 250 વોર્ડમાં તેમના ઉમેદવારો ઉભા રાખ્યા હતા, ત્યારે કોંગ્રેસે માત્ર 247 વોર્ડમાં ઉમેદવારો ઉભા રાખ્યા હતા. બસપાએ 132, એનસીપીએ 26, જેડીયુએ 22 અને AIMIMએ 15 વોર્ડમાં પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા.