વિશ્વના ટોચના પાંચ શહેરોમાં ભારતના દિલ્હી ઉપરાંત મુંબઇનો પણ સમાવેશ : જાપાનનું ટોક્યો-યોકોહામા 3.375 કરોડની વસ્તી સાથે ટોચ પર બિરાજમાન
ખાસ-ખબર સંવાદદાતા
ઠજ્ઞહિમ જ્ઞર જફિંશિંતશિંભતએ પોતાના ટ્વિટર હેન્ડલ પર વસતીની દૃષ્ટિએ વિશ્વના ટોચના 20 શહેરોની યાદી શેર કરી છે. આ ડેટા પ્રમાણે જોઈએ તો ટોચના પાંચ શહેરોમાં ભારતના દિલ્હી અને મુંબઈનો સમાવેશ થાય છે. આ ડેટા અનુસાર ટોચ પર જાપાનનું ટોક્યો-યોકોહામા 3.375 કરોડની વસ્તી સાથે બિરાજમાન છે. બીજા ક્રમ પર ઇન્ડોનેશિયાનું જાકાર્તા શહેર આવે છે જેની વસતી 3.370 કરોડ છે. ભારતનું પાટનગર દિલ્હી 3.222 કરોડની વસતી સાથે ત્રીજા ક્રમ પર આવ્યું છે. આ ક્રમમાં ચોથા નંબરે ગુઆંગજો ફોશાન છે જેની વસતી 2.694 કરોડની છે. પાંચમા નંબર પર ભારતનું આર્થિક પાટનગર ગણાતું મુંબઈ આવે છે જેની વસતી 2.497 કરોડ છે. આ ક્રમમાં આગળ વધીએ તો છઠ્ઠા ક્રમ પર 2.492 કરોડની વસતી સાથે મનિલા, 2.407 કરોડ સાથે શાંઘાઈ સાતમા ક્રમ પર છે. આઠમા ક્રમ પર 2.308 કરોડની વસતી સાથે સાઓ પાઉલો છે, નવમા ક્રમ પર સિઓલ 2.301 કરોડની વસતી સાથે છે તથા નંબર 10 પર મેક્સિકો સિટી છે.



