સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં ધમાસાણ પ્રચાર કાર્ય પૂરજોશમાં
કૉંગ્રેસના વોર્ડ નં.13ના વધુ બે ઉમેદવારોએ ભાજપને ટેકો આપ્યો
- Advertisement -
તમામ પક્ષોનું સોશિયલ મીડિયા પર પ્રચારને વધુ પ્રાધાન્ય
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.6
સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીનો જંગ જામ્યો છે તેની સાથે જૂનાગઢ મહાનગર નગર પાલિકા અને 6 પાલિકાની ચૂંટણી સાથે તાલુકા પંચાયત પંચાયત ચૂંટણી તા.16 ફેબ્રુઆરીએ યોજાવાની છે.ત્યારે ગત રોજ દિલ્હી વિધાનસભા ચૂંટણીનું મતદાન યોજાય ગયું અને તેમાં અલગ અલગ એજન્સી દ્વારા એકઝીટપોલ પણ આવ્યો છે.જેમાં અનેક એજન્સીએ ભાજપ બહુમતી સાથે સરકાર બનાવશે તેવા પોલ સામે આવ્યા છે અમુક એજન્સીએ આમ આદમી પાર્ટી સરકાર બનાવે છે તેવા પોલ સામે આવ્યા છે.ત્યારે હવે તા.8 ફેબ્રુઆરીના રોજ દિલ્હી વિધાનસભાનું ચૂંટણી પરિણામ જાહેર થવાનું છે ત્યારે આ પરિણામની અસર જૂનાગઢ મનપા અને પાલિકા સહીત સમગ્ર ગુજરાતમાં કેટલી કઈ પાર્ટીને અસર પડશે તેના પર સૌકોઈ પાર્ટીની નજર જોવા મળે છે.અને દિલ્હીના પરિણામ કઈ પાર્ટીને ભારે પડશે તે જોવાનું રહ્યું. હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તમામ પક્ષો દ્વારા ચૂંટણી પ્રચારના પૂર જોશમાં શરુ કર્યું છે.
પાર્ટીઓએ મધ્યસ્થ કાર્યાલય સાથે વોર્ડ વાઇસ કાર્યાલયો ખોલીને તેના મત વિસ્તારમાં મતદારોને રીઝવવા નીકળી પડ્યા છે.તો બીજી તરફ પોતાની પાર્ટીના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારીને તમામ વોર્ડમાં સભાઓ શરુ કરીને મતદારો પાસે જઈ રહ્યા છે.એક તરફ ભાજપ – કોંગ્રેસ અને આપ ત્રણ પક્ષો મુખ્ય હરીફ માનવામાં આવે છે.ત્યારે પોતાની પાર્ટીએ કરેલા કામો અને સતાધારી પક્ષ સામે સવાલો ઉભા કરીને શાબ્દીક વાક્ય યુદ્ધ જામ્યું છે.ત્યારે આગામી 16 ફેબ્રુઆરીના રોજ મતદાન છે.ત્યારે પ્રજાજનો કોના તફરે મતદાન કરશે તેતો ચૂંટણી પરણિનામ પર સૌવ લોકોની મીટ મંડાઈ રહી છે. ચૂંટણીનો જંગ જામી રહ્યો છે ભાજપ દ્વારા વોર્ડ વાઇઝ ચૂંટણી કાર્યાલય શરૂ કરવામાં આવી રહ્યા છે. વોર્ડ નં.13માં ભાજપ કાર્યાલયના ઉદઘાટન કાર્યક્રમ હતો. આ કાર્યક્રમમાં વોર્ડ નં.13ના કોંગ્રેસના મહેશ કેશુભાઇ ગરાણીયા અને કિષ્નાબેન વિરેન્દ્રભાઇ વાઢેરે ભાજપને સમર્થન જાહેર કરી દીધુ છે. કોંગ્રેસના આ બંને ઉમેદવારો ભાજપના કાર્યક્રમમાં જઇ આગેવાનોના હાથેભગવો ખેસ ધારણ કરી લીધો છે. કોંગ્રેસના 10 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા હતા હવે બે ઉમેદવારોએ ભાજપના ઉમેદવારને સમર્થન જાહેર કરી દેતા કોંગ્રેસના આગેવાનો આક્ષેપ કરી રહ્યા છે કે, ભાજપે લોકસાહી ઢબે ચૂંટણી લડવાને બદલે લોકશાહી ખતમ કરવાનું કામ શરૂ કર્યુ છે. ભાજપે આટલો બધો વિકાસ કર્યો હોય તેવા દાવા થઇ રહ્યા છે તો શા માટે મતદાનથી ભાગી કાક્રગેસને તોડી રહ્યા છે. ?
- Advertisement -
ભાજપના જનસંઘના નેતા હેમાબેન આચાર્યએ ભાજપ સામે રોષ પ્રગટ કર્યો
હાલ જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ચૂંટણી સમયે ભાજપના ાગેવાનો જનસંઘના પીઢ નેતા હેમાબેન પાસે આર્શીવાદ લેવા જાય છે. ભાજપની આવી નિતિથી નારાજ હેમાબેને ભાજપના આગેવાનોને આર્શીવાદ આપવાનો સ્પષ્ટ ઇન્કાર કરી ફોટો પાડવાની પણ મનાઇ કરી દેતા ભાજપ કઇ સ્થિતિે છે તેનું રોકડુ પરખાવી દીધુ હતુ. જૂનાગઢના લોકોએ જાગૃત થવુ પડશે, મહાજનને જાગૃત કરવુ પડશે, શહેરના હિતમાં સારા લોકોેઅ એકઠા થઇ શહેરના વિકાસમાં ચિંતા કરવી જરૂરી બની છે, હાલની સ્થિતિમાં બિલ્ડિંગ તોડવા પડે, લોકોના ઘરમાં વરસાદી પાણી ભરાઇ, ઘરે પાણી ન મળે, રસ્તા, સફાઇ, ગટરની વ્યવસ્થા માટે આંદોલન કરવા પડે, શું આ આપણુ જૂનાગઢ છે ? અગાઉના સમયમાં શાસક અને વિપક્ષ સાથે બેસી શાકભાજીવાળા, ડોળીાવાળ, શ્રમિક વર્ગ તમામની ચિંતા કરી બંને પાણી સહિતની પાયાની સુવિધા આપી હોવાનું મને યાદ છે તેવુ હેમાબેને જણાવ્યુ હતુ.