એરપોર્ટના પ્રવેશ ગેઇટથી VIP ગેઇટ સુધી બેરીગેટ મૂકાયા: જવાબદારો સામે તોડતી કાર્યવાહીના એંધાણ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરના એરપોર્ટ ખાતે બે દિવસ પૂર્વે રવિવારે બપોરના સમયે એક રિક્ષાચાલક ટઈંઙ ગેઇટ તોડી એરપોર્ટના રનવે સુધી રનવે પર ઉભેલા પ્લેન સુધી પહોંચી ચુકી હતી જો કે પોલીસે દારૂના નશામાં ધૂત આ રિક્ષાચાલકની ધરપકડ કરી હતી અને આજે તેને જેલ હવાલે કરી દેવામાં આવ્યો છે. બીજી તરફ આજે ઈઈંજઋના ઉચ્ચ અધિકારીઓ દિલ્લીથી રાજકોટ દોડી આવ્યા છે અને હાલ અલગ અલગ ઈઈઝટ ફૂટેજ ચકાસી ઈઈંજઋના કર્મચારીઓની પુછપરછ હાથ ધરવામાં આવશે.
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ શહેરમાં ગત રવિવારના રોજ બપોરના 3થી 3.30 વાગ્યા આસપાસ ૠઉં.03.ઇઢ.7403 નંબરની રીક્ષા લઇ રિક્ષાચાલક દિપક જેઠવા ટઈંઙ ગેઇટ તોડી રનવે પર ઉભેલ ફ્લાઇટ નજીક પહોંચી ચુકી હતી અને જેના કારણે એરપોર્ટની સુરક્ષામાં મોટી ચૂક હોવાનું સામે આવ્યું હતું જેને લઇ આજે ઈઈંજઋના ઉચ્ચ અધિકારીઓ રાજકોટ એરપોર્ટ દોડી આવ્યા છે અને અધિકારીઓ દ્વારા એરપોર્ટ પર લગાવવામાં આવેલ જુદા જુદા ઈઈઝટ ફૂટેજ ચકાસવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ સાથે સાથે જે કર્મચારીઓની ફરજ હતી એ લોકોની પણ પુછપરછ કરવામાં આવી શકે છે અને તપાસના અંતે તેમની સામે કાર્યવાહી થાય તેવી પુરી શક્યતાઓ જોવામાં આવી રહી છે.
રવિવારે એરપોર્ટની સુરક્ષામાં મોટી ચૂક રહી ગયા હોવાનું સામે આવ્યા બાદ તંત્ર સફાળું જાગ્યું છે અને હવે એરપોર્ટના પ્રવેશ ગેઇટથી શરૂ કરી ટઈંઙ ગેઇટ સુધી બેરીગેટ મૂકી દેવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે રાજકોટ એરપોર્ટ બનેલી આ ઘટના પગલે ઈઈંજઋના જવાનો દ્વારા રિક્ષાચાલકને ગાંધીગ્રામ પોલીસને સોંપવામાં આવ્યો હતો જેની સામે જુદી જુદી કલમો હેઠળ ફરિયાદ નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી અને હાલ તેને જેલ હવાલે કરવામાં આવ્યો છે. ત્યારે હાલ ચાલી રહેલ ઈઈંજઋની તપાસના અંતે સુરક્ષામાં ચૂક બદલ જવાબદારો સામે તોડતી કાર્યવાહીના એંધાણ વર્તાઇ રહ્યા છે.