દિલ્હીથી ઈઝરાયેલ જવા માગતા 38 લોકો ફલાઈટ પર ચડે તેના એક દિવસ પહેલા આ બધાના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા હડકંપ મચી ગયો હતો.
મણીપુરના આ 38 લોકોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે.ઈઝરાયેલ જતા પહેલા દિલ્હી ખાતે કરોલ બાગમાં એક હોટેલમાં તેઓ ઉતર્યા હતા. જેમનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા બધાને ગુરૂદ્વારા રકાબગંજ સાહિબમાં બનેલ ગુરૂ તેગ બહાદુર કોવિડ સેન્ટરમાં દાખલ કરવામા આવ્યા છે.જાણકારી મુજબ આ બધા નોકરી માટે ઈઝરાયેલ જઈ રહ્યા હતા. એમ્બેસી કે એરલાઈનવાળાઓએ તેમનો 28 મેએ ટેસ્ટ કર્યો હતો અને 30મીએ જયારે આ લોકો હોટેલમાંથી ચેકઆઉટ કરી ઈન્દીરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર રવાના થવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે બધાનો કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્યો હતો. બાદમાં દિલ્હી સરકાર અને પ્રશાસનને એલર્ટ ક્રાયા હતા. અને તમામને ગુરૂ તેગ બહાદુર કોવિડ સેન્ટરમાં એડમીટ કરાયા હતા.


