ડ્રો ને અઢી વર્ષ તથા બાંધકામ પૂર્ણ થયાને દોઢ વર્ષ થઇ ગયું છતાં કબ્જો આપવામાં કોર્પોરેશનના ઠાગાઠૈફા
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
રૈયાધાર ખાતે બની રહેલા મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળના આવાસનો કબજો ડ્રોના અઢી વર્ષ બાદ પણ ન મળતા ફલેક ધારકોમાં રોષ પ્રવર્તી ગયો છે. આ મામલે જતીનભાઇ લંબાસીયા, જીજ્ઞાસુભાઇ ઠાકર અને રીનેશભાઇ મકવાણા સહીતનાએ મ્યુનિ. કમિશ્નરને રજુઆત કરી છે.
રજુઆતમાં જણાવ્યા હતું કે ફલેટ ધારકોને મુખ્યમંત્રી આવાસ યોજના દ્વારકાધીશ હાઇટસ પાસે રૈયાધાર ખાતે બનાવવામાં આવેલ બે બેડ હોલ કિચન વાળા ફલેટ ડ્રોમાં લાગેલ છે. ફલેટનો ડ્રો અઢી વરસ પહેલા થઇ ગયેલ છે અને તેનું બાંધકામ પણ દોઢ વરસ પહેલા થય ગયેલ છે. છતાંપણ ત્યારબાદ ઘણા સમયથી સઁપૂર્ણ કામકાજ બંધ હોઇ તેમજ બાંધકામ ખુબ જ ધીમી ગતિએ અગાઉ રજુઆત કરાતા ઝડપી કામ થઇ જશે આવા આશ્ર્વાસન જ આપેલ હતા.
અન્વયે ત્યારબાદ સોંપવા અંગેની કોઇ જ કાર્યવાહી કરેલ નથી.તદ ઉપરાંત અમો ફલેટ ધારકોની આર્થિક પરિસ્થિતિ ખુબ જ નબળી હોઇ અને ભાડા ના મકાનમાં રહેતા હોઇ અને ખુબ જ મોટા ભાડા ભરતા હોઇ તેમજ સદરહુ ફલેટ અમોને ડ્રોમાં લાગતા ફલેટની મોટી લોન કરાવેલ હોઇ અને લોન ના મોટા હપ્તાઓ પણ ભરતા હોઇ અને એક વરસ ઉપરાંત ન હપ્તાઓ પણ ભરી આપેલ હોઇ અને ફલેટ પરત્વેની તમામ રકમ રાજકોટ મહાનગરપાલિકામાં ભરપાઇ કરી આપેલ હોવા છતાં આજ દિવસ સુધી ફલેટનું કામ પૂર્ણ કરાવેલ નથી.
આ સાઇટની સાથે જ ચાલુ કરેલ રાણી ટાવર પાછળની અવાસા યોજનામાં સંપૂર્ણ કામ પૂર્ણ થય જતા સદરહું ફલેટની ચાવી પણ કોન્ટાકટર દ્વારા આર.એમ.સી. ને સોંપી આપવામાં આવેલ. આજ દિવસ સુધી આપના દ્વારા મેન્ટેનસની રકમ અને દસ્તાવેજ ની રકમ પણ સ્વીકારવામાં આવતી ન હોઇ તેથી અમો મેન્ટેનસ અને દસ્તાવેજ ખર્ચ પણ તાત્કાલીક ભરી આપી કબજો સ્વીકારવા તૈયાર હોઇ તાત્કાલીક રકમ સ્વીકારવાની માંગ છે. તાત્કાલીક કામ પુરુ કરી દસ્તાવેજ કરી આપી ફલેટની ચાવી તા.30 મે સુધીમાં સોપી આપવાની માંગ છે.