ગુપ્ત રીતે બનાવેલી DVDને FSLમાં મોકલવાની અરજી ફગાવી, કાયદાકીય પ્રક્રિયાના દુરુપયોગની કોર્ટે નોંધ લીધી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટની અદાલતમાં કાનૂની વિવાદોમાં ભાગ્યે જ જોવા મળતી એક ઘટના બની છે. ચેક રિટર્ન (ગઈં અભિં 138)ના કેસમાં આરોપીઓએ ફરિયાદી વકીલોની ઓફિસમાં મોબાઈલ દ્વારા ગુપ્ત રીતે કરેલા વીડિયો રેકોર્ડિંગને પોતાના બચાવમાં પુરાવા તરીકે રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, રાજકોટના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબે આરોપીઓની આ ડી.વી.ડી.ને FSLમાં મોકલવાની માંગણી કરતી અરજીને નામંજૂર કરતો હુકમ ફરમાવ્યો છે.
- Advertisement -
ફરિયાદી એડવોકેટ અજય કાંતિલાલ જોષી અને અજય મદનલાલ ચૌહાણે આરોપીઓ તુષાર કુંદનભાઈ પતિરા, નરેન્દ્ર માધવજીભાઈ પંડ્યા અને વિમલ જીવરાજભાઈ પીપળીયા વિરુદ્ધ જુદી જુદી ત્રણ ફરિયાદો દાખલ કરી હતી. ફરિયાદ મુજબ, મિત્રતાના દાવે ફરિયાદીઓએ આરોપીઓને રૂપિયા 16,50,000/- આપ્યા હતા. આ વ્યવહાર પેટે આરોપીઓએ પ્રોમિસરી નોટ લખી આપી હતી અને રકમ પરત કરવા ચેક આપ્યા હતા, જે રિટર્ન થતાં કેસ દાખલ થયા હતા.
કેસમાં પુરાવો ચાલી રહ્યો હતો તે દરમિયાન આરોપીઓએ એક ડી.વી.ડી. રજૂ કરી તેને ઋજકમાં મોકલવાની માંગણી કરી. આરોપીઓએ દલીલ કરી કે આ ડી.વી.ડી.માં ફરિયાદી વકીલોની ઓફિસમાં થયેલી વાતચીતનું રેકોર્ડિંગ છે, જેમાં એવો ખુલાસો થાય છે કે:
ફરિયાદી વકીલો “વેકેશન વિસ્ટા મેળા”ના આયોજનમાં ભાગીદાર હતા.
મેળામાં ખોટ જતાં તે ખોટ ભરપાઈ ન કરવી પડે તે માટે ફરિયાદીઓએ લીગલ એડવાઇઝર હોવાનું જણાવીને, સરકારી કચેરીમાં રજૂ કરવાના બહાને લીધેલા ચેકોનો દુરુપયોગ કર્યો છે. આ રેકોર્ડિંગ તેના બચાવ માટે આવશ્યક હોવાથી તેને ઋજકમાં મોકલીને પુરવાર કરવું જરૂરી છે.
ફરિયાદી વતી એડવોકેટ સુરેશ ફળદુએ અરજીનો વિરોધ કરતા દલીલ કરી કે ઇલેક્ટ્રોનિક પુરાવાને રેકોર્ડ પર લાવવાની કાયદાકીય જોગવાઈઓ (પુરાવા અધિનિયમ 65ઇ)નું પાલન કર્યા વિના માત્ર કેસમાં વિલંબ કરવાના બદ ઇરાદે આ અરજી કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે આરોપીઓએ નોટિસ જવાબ વખતે કે પ્રોમિસરી નોટમાં આવી કોઈ વાતનો ઉલ્લેખ કર્યો ન હતો.
બંને પક્ષોની રજૂઆત અને રેકર્ડ પરની હકીકતોનું અવલોકન કરતા કોર્ટે નોંધ્યું કે, આરોપીઓ શરૂઆતથી જ વિવિધ યુક્તિઓ અપનાવીને કેસ વિલંબિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આરોપીઓ નોટિસના જવાબ વખતે જ આ બચાવની વાત જાણતા હોવા છતાં તેને કોર્ટ રેકર્ડ પર લાવ્યા નહોતા. તદુપરાંત, ડી.વી.ડી. રજૂ કર્યાના 17 મહિના પછી કલમ 65ઇનું સર્ટિફિકેટ રજૂ કરવામાં આવ્યું છે.
કોર્ટે આ કૃત્યને કોર્ટની પ્રક્રિયાનો દુરુપયોગ અને કાર્યવાહીમાં વિલંબ કરવાનો પ્રયાસ ગણીને આરોપીની ડી.વી.ડી.ને ઋજકમાં મોકલવાની અરજીને નામંજૂર કરતો આદેશ આપ્યો હતો.
આ કેસમાં ફરિયાદી અજય જોષી વતી એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી અને તેમની ટીમે કાનૂની લડત આપી હતી.



