પાંચ જવાનો શહીદ થયા બાદ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, આર્મી ચીફ જનરલ મનોજ પાંડે સાથે જમ્મુ સેક્ટરમાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરવા કેન્દ્ર શાસિત પ્રદેશની મુલાકાત લેશે.
જમ્મુ-કાશ્મીરના રાજૌરી અને બારામુલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, આર્મી ચીફ જનરલ મનોજ પાંડે સાથે જમ્મુ સેક્ટરમાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરવા કેન્દ્ર શાસિત પ્રદેશની મુલાકાત લેશે. નોંધનીય છે કે, નોર્ધન આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી પહેલેથી જ ગ્રાઉન્ડ ઝીરો પર હાજર છે, જ્યાં સેનાએ ફરીથી આતંકીઓને શોધી કાઢ્યા છે. તેમને ગ્રાઉન્ડ ઝીરો પર હાજર સૈન્ય અધિકારીઓ દ્વારા આતંકવાદ વિરોધી ઓપરેશનના તમામ પાસાઓ વિશે માહિતી આપવામાં આવી હતી.
- Advertisement -
Defence Minister Rajnath Singh to visit Jammu's Rajouri today
Five soldiers lost their lives in an encounter in the Kandi area of Rajouri yesterday pic.twitter.com/3odzPCMBRS
— ANI (@ANI) May 6, 2023
- Advertisement -
એક આતંકવાદીને ઠાર
બારામુલ્લામાં આજે સવારે સુરક્ષા દળોએ એક એન્કાઉન્ટરમાં લશ્કરના એક આતંકવાદીને ઠાર માર્યો હતો. બારામુલ્લાના SSP અમોદ અશોક નાગપુરેએ ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું કે, કેટલીક શંકાસ્પદ ગતિવિધિઓની જાણ થઈ હતી. કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું અને તે દરમિયાન અમારી તરફ ગોળીબાર કરવામાં આવ્યો હતો અને જવાબી ગોળીબારમાં લશ્કરનો એક આતંકવાદી માર્યો ગયો હતો. માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ યારહોલ બાબાપોરા કુલગામનો રહેવાસી આબિદ વાની તરીકે થઈ છે. તેમણે કહ્યું કે, G20 સમિટને ધ્યાનમાં રાખીને સુરક્ષા દળો સતર્ક છે અને અમે ખતરાને બેઅસર કરી રહ્યા છીએ. બારામુલ્લાના SSPએ કહ્યું કે G20 સમિટનું આયોજન સફળતાપૂર્વક કરવામાં આવશે.
ભારતીય સેનાએ રાજૌરી એન્કાઉન્ટર વિશે શું કહ્યું ?
ભારતીય સેનાએ રાજૌરી એન્કાઉન્ટર વિશે જણાવ્યું હતું કે, સુરક્ષા દળો દ્વારા 1 આતંકવાદી માર્યો ગયો છે અને 1 વધુ ઘાયલ થવાની સંભાવના છે. અત્યાર સુધી કરાયેલી જપ્તીઓમાં 1 AK56, 4 મેગેઝીન, 56 રાઉન્ડ ગોળીઓ, મેગેઝીન સાથે 1x9mm પિસ્તોલ, 3 ગ્રેનેડનો સમાવેશ થાય છે. માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ હજુ સુધી મળી શકી નથી. આર્મી ઓપરેશન ચાલુ છે.
Northern Army Commander Lt Gen Upendra Dwivedi is at Ground Zero, to review the operational situation on the ongoing operations at Kandi in Rajouri where contact was re-established with militants. He was briefed on all aspects of the operations by ground commanders. pic.twitter.com/2rQTPLs2fW
— ANI (@ANI) May 6, 2023
કાશ્મીર ઝોન પોલીસે શું કહ્યું ?
આ તરફ કાશ્મીર ઝોન પોલીસના જણાવ્યા અનુસાર, એન્કાઉન્ટર બારામુલ્લાના કરહામા કુંજર વિસ્તારમાં શરૂ થયું હતું. રાજૌરીના કાંડી જંગલમાં હાલમાં આતંકવાદ વિરોધી ઓપરેશન ચાલી રહ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર બંને વિસ્તારોમાં ઓછામાં ઓછા 8 થી 9 આતંકીઓ ઘેરાયેલા છે.
ગઈકાલે 5 જવાનો થયા હતા શહીદ
નોંધનીય છે કે, ગઈકાલે રાજૌરીમાં એન્કાઉન્ટર દરમિયાન આતંકીઓએ કરેલા વિસ્ફોટમાં આપણા 5 જવાનો શહીદ થયા હતા. સંરક્ષણ પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ દેવેન્દ્ર આનંદે આ ઘટના વિશે જણાવતા કહ્યું કે, શનિવારે બપોરે 1.15 વાગ્યે આતંકવાદીઓને ટ્રેસ કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે સુરક્ષા દળો ઘટનાસ્થળે પહોંચ્યા અને સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો. પોતાને ઘેરાયેલા જોઈને આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કરી દીધો. સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. આતંકી હુમલામાં બે જવાન ઘટનાસ્થળે જ શહીદ થયા હતા.ઘાયલ થયેલા વધુ ત્રણ સૈનિકોનું પણ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. બારામુલ્લા અને રાજૌરીમાં સેનાની સાથે CRPF અને જમ્મુ-કાશ્મીર પોલીસના જવાનો પણ આતંકવાદ વિરોધી ઓપરેશનમાં સામેલ છે.