આજે સમગ્ર દેશમાં વિજયાદશમીના પર્વની ધામધૂમથી ઉજવણી થઇ રહી છે. અસત્ય પર સત્યની જીત ના પ્રતીક માનવામાં આવતા આ પર્વ પર કેન્દ્રિય રક્ષા મંત્રી રાજનાથ સિંહ ઉત્તરાખંડના ચમોલી પહોંચ્યા છે. ત્યાં તેઓએ જવાનોની સાથે શસ્ત્ર પૂજા કરી અને મંત્રોચ્ચારની સાથે શસ્ત્રને ચાંદલો કરીને ફૂલમાળા ચઢાવી. રાજનાથ સિંહએ ઔલી મિલ્ટ્રી સ્ટેશન પર હાજર થયા ત્યારે સમગ્ર સ્ટેશન પર દેશભક્તિના ગીતો ગુંજી ઉઠ્યા હતા. જવાનોએ રક્ષા મંત્રીની સામે દેશભક્તિનું ગીત એ વતન તેરે લિયે ને રજુ કર્યું હતું.
दशहरा के अवसर पर आयोजित ‘शस्त्र पूजन समारोह’ https://t.co/wzk33RVrCO
- Advertisement -
— Rajnath Singh (@rajnathsingh) October 5, 2022
ઉલ્લેખનીય છે કે, રક્ષામંત્રી રાજનાથ સિંહ ઉત્તરાખંડના બે દિવસના પ્રવાસ પર છે. તેઓ મંગળવારની સાંજે દેહરાદુનમાં સૈનિકોની સાથે ભોજનનો લ્હાવો લીધો. ઔલીમાં સૈનિકોની સાથે દશેરા પછી રક્ષા મંત્રી બદ્રીનાથ ધઆમમાં પૂજા- અર્ચના કરશે. આ પહેલા રક્ષા મંત્રી રાજનાથ સિંહએ મંગળવારના ફૈઝાબાદ છાવણીનું નામ બદલીને અયોધ્યા છાવણી કરવાની મંજુરી આપી હતી. અધિકૃત સૂત્રો દ્વારા આ જાણકારી આપી હતી. દશેરાના સમારોહના પહેલા આ છાવણીનું નામ બદલ્યું હતું. ભાષાની જાણકારી અનુસાર એક સૂત્રોએ જણાવ્યું કે, ફૈઝાબાદ છાવણી હવે અયોધ્યા છાવણીના નામથી ઓળખાશે.
- Advertisement -
સેનાના સૈનિકોને સંબોધિત કરતા રાજનાથ સિંહએ કહ્યું કે, જયારે પણ સમય મળએ છે ત્યારે હું તમને મળવા આવી જાવ છું, વાત કરૂ છું. આજે વિજયાદશમીનો પર્વ છે, અને મારૂ મન હતું કે, આ પર્વને હું કેમ મારા સૈનિકો સાથએ મનાઉં. આ માટે મેં આર્મી ચાફથી આગ્રહ કર્યો અને અને આજે તમારી સાથે હાજર છું. તમારી વચ્ચે હાજર રહીને મારૂ મન ગૌરવ અનુભવે છે. અમારા બધા સૈનિકો હાજર હોય તો સમગ્ર દેશ સુરક્ષિત છે. દેશની જનતાને તમારા પર સંપૂર્ણ વિશ્વાસ છે. ભારત એકમાત્ર એવો દેશ જ્યાં શસ્ત્ર અને શાસ્ત્ર બંન્નેની પૂજા થાય છે.
औली में ‘शस्त्र पूजन समारोह’ में सम्बोधन
https://t.co/vk80WYjqex
— Rajnath Singh (@rajnathsingh) October 5, 2022
ઉલ્લેખનીય છે કે, દશેરા એવો તહેવાર છે, જે દેવી દુર્ગા અને ભગવાન રામ બંન્નેની સાથે જોડાયને મનાવવામાં આવે છે. એવી માન્યતા છે કે, માં દુર્ગાએ મહિષાસુર રાક્ષસથી સતત નવ દિવસ સુધી યુદધ્ કરીને દશેરાના દિવસે વધ કરવામાં આવ્યો હતો.