વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો રિપોર્ટ દાગીનાની માંગ 7% તથા લગડી-સિકકાની ડિમાન્ડમાં 20%નો વધારો
ખાસ-ખબર સંવાદદાતા
સોનાના ઉંચા ભાવ સહિતના અનેકવિધ કારણોની અસરે દુનિયાભરમાં સરેરાશ ડીમાંડમાં 6 ટકાનો ઘટાડો નોંધાયો છે. પરંતુ તહેવારોની સીઝનને કારણે ભારતમાં સોનાની માંગમા વધારો થયો છે. વર્લ્ડ કાઉન્સીલનાં રીપોર્ટમાં એમ કહેવાયું છે કે, ચાલુ વર્ષનાં ત્રીજા ત્રિમાસીક ગાળામાં ભારતમાં સોનાની ડીમાંડમાં 10 ટકાનો વધારો થયો છે.દુનિયાભરમાં સોનાની સૌથી વધુ ડીમાંડ ધરાવતા દેશોમાં બીજા નંબરનું સ્થાન ધરાવતા ભારતમાં સોનાની ખપત એક વર્ષ પૂર્વેનાં આ ગાળામાં 191.7 ટન હતી તે આ વર્ષે 10 ટકા વધીને 210.2 ટન રહી છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલનાં પ્રાદેશીક (ભારત) સીઈઓ 20 સોમસુંદર પી.આરે જણાવ્યું હતું કે ગત ત્રીમાસીક ગાળામાં સોનાના ભાવમાં ઘટાડો હતો. પરંતુ તે ફરી વધી ગયા છે. હવે આવતા બે મહિનામાં ધનતેરસ જેવા તહેવાર તથા લગ્નગાળો છે.એટલે ચોથા ત્રીમાસીક ગાળામાં પણ ડીમાંડ ત્રિમાસીક ગણતરી સમાંતર રહેવાનો આશાવાદ છે. ભાવ ન વધે અથવા ઘટે તો ડીમાંડમાં વધારો થવાની પણ શકયતા છે. સોનાની ડીમાંડનો રીપોર્ટ જારી કરતા તેઓએ કહ્યું કે, દાગીનાની ડીમાંડ સાત ટકા વધીને 146.2 ટનથી વધીને 155.7 ટન થઈ હતી. જયારે સોનાની લગડી-સિકકાની ડીમાંડ 20 ટકા વધીને 54.5 ટન થઈ હતી. ત્રીજા ત્રીમાસીક ગાળામાં ભારતમાં સોનાની આયાત વધીને, 200 ટન થઈ હતી. જે ગત વર્ષનાં સમાન સમયગાળામાં 184.5 લાખ ટન હતી.
- Advertisement -