રાજકોટ – કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાને લેતા રાજકોટમાં સાતમ આઠમનો લોક મેળો નહીં યોજાઈ તે પ્રકારના સમાચાર સોશિયલ મીડિયા પર હાલ વાઇરલ થઈ રહ્યા છે, પરંતુ જિલ્લા વહીવટી તંત્ર-રાજકોટ દ્વારા લોકમેળાના આયોજન અંગે કોઈ મિટિંગ હજુ યોજાઈ નથી, તેમજ હજુ સુધી લોક મેળા અંગે કોઈ નિર્ણય લેવાયો નથી.
આ અંગે આવનારા સમયમાં સમગ્ર સ્થિતિની સર્વગ્રાહી સમિક્ષા કરાયા બાદ યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેમ સમાચાર માધ્યમોને ખાસ નોંધ લેવા નિવાસી અધિક કલેકટરશ્રી કેતન ઠક્કરની યાદીમાં જણાવાયું છે.


