ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.18
જૂનાગઢ મહાનગરપાલિકામાં 17 એપ્રિલના રોજ બપોરે 4 કલાકે સ્થાયી સમીતીની બેઠક મળી હતી. જેમાં મુખ્ય રસ્તાઓને પહોળા. બનાવવા ભવનાથમાં ઓવરબ્રીજ- રોડ ડેવલોપમેન્ટ સહિત 50થી વધારે શરતો મુકવામાં આવી હતી. જેમાં બે 100-100 કરોડના ટેન્ડરની દરખાસ્ત મુકાઈ હતી. એક 100 કરોડના ટેન્ડરમાં શહેરના તમામ વોર્ડમાં રોડ, પેવર રોડ, વેટ મિક્સ રોડ સર્કલ ડેવલોપમેન્ટમાં 16 ટકા ઉંચા ભાવે અને બીજા 100 કરોડના ટેન્ડરમાં બિલ્ડીંગ ડીમોલેશન વર્ક એન્ડ એન્ડ ઓલ ટાઈપ ઓફ બિલ્ડીંગ રીલેટેડ વેરીયર્સ વર્ક માટે 14.50 ટકા ઉંચા ભાવ માટેની દરખાસ્ત મુકવામાં આવી હતી.
જે બન્ને ટેન્ડરને 17મીની સ્થાથી સમિતિ બેઠકમાં ના-મંજુર કરાયા હતા. ઉંચા ભાવે મુકાયેલા આ બંન્ને ટેન્ડર બાબતે વિપક્ષ દ્વારા પણ વિરોષ કરવામાં આવ્યો હતો. ના મંજુર કરેલા ટેન્ડરને સ્થાથી બેઠકમાં મંજુર કરાથા નથી જે માટે આગળ આ ટેન્ડર માટે ને ગોસિએશન થશે. જે કેટલા ટકા કરવું તે ભાબતે બેઠક બોલાવવામાં આવશે ભાદમાં આ બંન્ને ટેન્ડરની મંજૂરીને લઈ નિર્ણય લેવાશે. જેથી આ 100- 100 કરોડના બંન્ને ટેન્ડર બાબતે આગળ કઈ રીતે પ્રોસેસ થશે તે બાબતે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પલ્લવીબેન ઠાકરે જણાવ્યું કે, આ અન્ને ટેન્ડરની દરખાસ્ત ઉચા ભાવે મૂકવામાં આવી હતી.
જેથી આ 100- 100 કરોડના બંન્ને ટેન્ડરને સ્થાયી બેઠકમાં મંજૂર કરાયા નથી. જે માટે આગળ આ ટેન્ડર માટે નેગોસિએશન થશે. જે કેટલા ટકા કરવુ તે બાબતે બેઠક બોલાવવામાં આવશે બાદમાં આ બંન્ને ટેન્ડરની મંજૂરીને લઇ નિર્ણય લેવાશે.