ખાસ-ખબર સંવાદદાતા
19 ડિસેમ્બર, કેન્દ્રશાસિત પ્રદેશ દમણ દીવનો 62મો મુક્તિ દિવસ છે.આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી, દાદરા નગર હવેલી અને દમણ દીવ પ્રદેશ ભાજપ દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. ભાજપના પ્રદેશ કાર્યાલયના પટાગણમાં આયોજિત આ કાર્યક્રમ માં પ્રદેશ અધ્યક્ષ દીપેશ ટંડેલ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રગીત બાદ કાર્યક્રમનો પ્રારંભ થયો હતો, સ્વાગત પ્રવચન મહેશ અગરિયાએ કર્યું હતું. ત્યાર બાદ સભામાં દમણ દીવના પૂર્વ સાંસદ સ્વ. દેવજીભાઈ ટંડેલજીને બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. દમણ દીવના સંસદ સભ્ય લાલુભાઈ પટેલે અને ભાજપના પૂર્વ પ્રદેશ પ્રભારી રઘુનાથ કુલકર્ણીજીએ તેમના ટૂંકા સંબોધનમાં પ્રદેશના લોકોને મુક્તિ દિવસ નિમિત્તે અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી.આજના કાર્યક્રમમાં, આદરણીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીજી ના જીવનચરિત્ર પર લખાયેલ પુસ્તક ખજ્ઞમશ29 નું હિન્દી સંસ્કરણ, ઉપસ્થિત કેટલાક મહાનુભાવોને સ્મૃતિચિહ્ન તરીકે આપવામાં આવ્યું હતું.કાર્યક્રમ માટે આભારવિધિ શ્રીમતી ફાલ્ગુની બેન પટેલે કરી હતી. મંચ પર ઉપસ્થિત મહાનુભાવોમાં લાલુભાઈ પટેલ, દીપેશ ટંડેલ, રઘુનાથ કુલકર્ણી, નવીનભાઈ રમણ ભાઈ પટેલ, સોનલ બેન પટેલ, શ્રીમતી નિશા બેન ભવર, ગોપાલ દાદા, વિવેક દાઢકર, મહેશ અગરીયા, બી.એમ.માછી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
19 ડિસેમ્બર એટલે કેન્દ્રશાસિત પ્રદેશ દમણ-દીવનો 62મો મુક્તિ દિવસ
