કોઈ વાહનચાલક ફરી ખાડામાં પડી જાય તો જવાબદાર કોણ?
મનપા હજુ સુધરતી નથી, આ ખોદેલી જગ્યાની આસપાસ યોગ્ય બેરીકેડ મૂકવા અને તેને કોર્ડન કરવી જરૂરી
- Advertisement -
રાજકોટમાં મુખ્ય માર્ગો પર રસ્તા સમારકામનું કામ ચાલતું હોવાથી ખાડા ખોદવામાં આવ્યા છે. પરંતુ મહાનગરપાલિકાએ ખાડા ખોદીને ત્યાં બેરિકેટ ન મુકતા અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. શહેરના અતિ વ્યસ્ત ગણાતા જ્યુબિલી ચોકમાં જ જમણી બાજુ મહાપાલિકાએ રોડ ખોદી નાખ્યા છે. પરંતુ ત્યાં આડશ કે બેરકેટ નથી મુક્યા. કામ ચાલતું હોય ત્યાં બેરીકેટ મુકવા કે તે જગ્યાને કોર્ડન કરવું ફરજીયાત બને છે. અગાઉ પણ રામાપીર ચોકે ચાલતા કામ વખતે પણ ખાડાને કોર્ડન નહોતું કર્યું.
જ્યારે આવી બેદરકારીથી બાઈક લઈને જતા યુવકનું મોત નિપજ્યું હતું. રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે મહાપાલિકાએ ખાડા ખોદ્યા હતા જ્યાં પણ બેરીકેટ કે આડશ મુકી ન હતી જેને લઈને વાહન ચાલક મોતને ભેટ્યો હતો. જ્યારે અહીં પણ તેની જેમ જ અકસ્માત થાય તો જવાબદાર કોણ? રૈયા ટેલિફોન એક્સચેન્જે જે ઘટના બની તેમાં એકનો એક દીકરો મોતને ભેટ્યો. છતાં પણ મહાનગરપાલિકા તંત્ર હજું સુધરતું નથી.