1930ના દશકામાં આકાર લેતી ડેથ ઓન ધ નાઈલની વિશિષ્ઠતા એ છે કે એકથી વધુ કિરદાર પર શંકાની સોય સતત ફોક્સ થતી રહે છે
શાહનામા
– નરેશ શાહ
- Advertisement -
થ્રિલરની જેમ સસ્પેન્સની એક અલગ મજા છે. જો કે ખરેખર સસ્પેન્સ (ચોકલેટ જેવી, જોકે એ પણ ઈન્સ્પાયર હતી) કહી શકાય તેવી હિન્દી ફિલ્મો આપણે ત્યાં જૂજ બને છે અને એ ખાલીપો હોલીવુડની ડેથ ઓન ધ નાઈલ જેવી ફિલ્મો સતત પૂરતી રહે છે. અત્યંત સ્વરૂપવાન અને શ્રીમંત લિનેટ રિગ્વે આજે તેની બાળપણની સખી કેથરિનને મળે છે ત્યારે સરપ્રાઈઝ પામે છે કે કેથરિનને તેનો મનનો માણિગર મળી ગયો છે. લિનેટ પાર્ટીમાં સામેલ થઈ એ પહેલાં કેથરિન અને તેનો પ્રેમી સિમોન એકદમ હોટ બોલડાન્સ કરી ચૂક્યા છે. રિચીરિચ બહેનપણી લિનેટ ખુશાલીમાં બહેનપણીના લગ્નનો તમામ ખર્ચ ઉપાડવાની વાત કરે છે પણ ત્યારે…
કેથરિન રિક્વેસ્ટ કરે છે કે (ખર્ચ આપવાની બદલે) પ્રેમી સિમોનને તે આઉટહાઉસના કેરટેક તરીકેની જોબ આપી દે.
લિનેટ સહમત થાય છે એટલે ઉત્સાહમાં કેથરિન તેને અને પ્રેમી મંગેતર સિમોનને ડાન્સ ફલોર પર બોલડાન્સ કરવાનું આમંત્રણ આપે છે. પ્રથમ નજરે જ સિમોનની પર્સનાલિટીથી ઈમ્પ્રેસ થઈ ગયેલી લિનેટ અને સિમોનના ડાન્સથી પાર્ટી હોલ તાળીયોના ગડગડાટથી ઉભરાઈ જાય છે. બેશક, પ્રેમી અને બહેનપણીનો ડાન્સ કેથરિનને ખટક્યો છે…
આરંભની પંદરેક મિનિટ પછી જ તરત શ્ય બદલાઈ છે અને આપણને આંચકો લાગે છે કે લિનેટ અને (કેથરિનનો પ્રેમી) સિમોનના લગ્ન થઈ ગયા છે અને એ મેરેજ સેલિબ્રેશનમાં મૂંગા મોઢે ઉપસ્થિત રહીને ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ કેથરિન આખી મજા બગાડી નાખે છે. યોગાનુયોગ એ સેલિબે્રશનમાં મિત્ર સાથે આવી પહોંચેલા જાસુસ હરક્યુલે પોઈરોટને નવપરિણીત દંપતિ રિક્વેસ્ટ કરે છે કે કેથરિનને તેઓ સમજાવે પણ… કેથરિન સાથે વાત ર્ક્યા પછી (અને તેના પર્સમાં રિવોલ્વર જોયાં પછી) જાસુસ હરક્યુલે પતિ-પત્નિને હનિમૂનનું સ્થળ છોડી દેવાનું કહે છે. આખરે પતિ-પત્ની અને તેનો થોડો અંગત સ્ટાફ અને ગેસ્ટ આલિશાન શીપમાં સૈર કરવાનું નક્કી કરે છે અને ઈજિપ્તની પ્રસિધ્ધ નાઈલ નદી પરનો પ્રવાસ શરૂ થાય છે. સ્વાભાવિક છે કે એ આલિશાન શીપમાં પછી ઉપરાઉપરી હુમલા અને હત્યાના બનાવ બને છે, જેને જાસુસ હરક્યુલે પોઈરોટ ઉકેલે છે. જાસુસનું આ પાત્ર કેનેથ બ્રાધે ભજવ્યું છે, જે ‘ડેથ ઓન ધ નાઈલ’ના ડિરેકટર પણ છે અને ભૂતકાળમાં મર્ડર ઓન ધ ઓરિએન્ટ એક્સપ્રેસ જેવી બે ડઝન ફિલ્મો બનાવી ચૂક્યા છે.
- Advertisement -
1930ના દશકામાં આકાર લેતી ડેથ ઓન ધ નાઈલની વિશિષ્ઠતા (જે ખરેખર દરેક સસ્પેન્સ ફિલ્મની હોવી જોઈએ) એ છે કે એકથી વધુ કિરદાર પર શંકાની સોય સતત ફોક્સ થતી રહે છે અને અંત જરા આંચકો આપે તેવો પણ છે. શ્રીમંત અને સ્વરૂપવાન લિનેટનું પાત્ર ગેલ ગડોટે (વન્ડર વુમન 1984, રેડ નોટિસ, વન્ડર વુમન, ફાસ્ટ એન્ડ ફયુરિયશ સાત) ભજવ્યું છે તો તેના અંગત મદદનીશનું કામ કરતાં મુંહબોલા ભાઈનું પાત્ર આપણા અલી ફઝલે (મિરઝાપુર 1-ર) ભજવ્યું છે. એમ તો ડાન્સર ભારતીય નિક્તિા ચઢા બની છે પણ થોડીક ઈજીપ્તની અને વધુ સુપ્રસિધ્ધ નાઈલ નદીની સફરે લઈ જતી ડેથ ઓન ધ નાઈલ એક વર્થ વોચિંગ મૂવી છે. ડિઝની-હોટ સ્ટાર પર જોવા મળશે તમને.
માય ડેન્જરસ વાઈફ લાલચનો રંગ લાલ
ઝેરિલાં કોકટેલની બોટલનો ફોરેન્સિક રિપોર્ટ તો નેગેટિવ આવે છે પરંતુ તેનું આશ્ચર્ય અને આનંદ ઝાઝાં ટક્તાં નથી
(ગતાંકથી ચાલુ)
ગર્લફ્રેન્ડ સાથે મળીને પત્નીની હત્યા કરવાના મનસૂબા સાથે ઘેર આવેલાં એલ્પરની અપહત થયેલી પત્ની ડેરિન તો અપહરણની ચુંગાલમાંથી પાછી આવી ગઈ પણ ફોરેન્સિક રિપોર્ટ માટે ગયેલી ઝેરીલાં કોકટેલની બોટલ પોતાને અને ગર્લફ્રેન્ડને સપડાવી દેશે… એ ભય સાથે એલ્પરને પત્ની ડેરિન માટે ફરી પ્રેમ જાગૃત થઈ ગયો છે, ત્યાં સુધીની વાત તમે ગયા સપ્તાહમાં વાંચી હતી. ઘટનાઓ એ પછીથી પણ ધોધમાર બને છે. ઝેરિલાં કોકટેલની બોટલનો ફોરેન્સિક રિપોર્ટ તો નેગેટિવ આવે છે પરંતુ તેનું આશ્ચર્ય અને આનંદ ઝાઝાં ટક્તાં નથી. એ ઝેરીલાં કોકટેલની બોટલ તો પત્ની ડેરિને જ બદલાવી નાખી હતી તેની ખબર પડતાંની સાથે પતિ એલ્પર અને ગર્લફ્રેન્ડ સેડાને એ પણ ખબર છે કે પત્ની તો એ બન્નેના ફોનફોલ્સ સુધ્ધાં દિવસોથી રેકોર્ડ કરતી હતી અને બન્નેની દરેક હિલચાલ પર તેની નજર હતી… ધીમે ધીમે રહસ્યસ્ફોટનો પટારો ખૂલતો જાય છે.
એલ્પર અને સેડાને ખબર પડી જાય છે કે ડેરિને જ પોતાનું અપહરણ કરાવ્યું હતું અને તેમાં તેને કોલેજકાળના આશિક મિત્ર સીરાનની મદદ મળેલી. ડેરિને આ બધું તો પતિની શાન ઠેકાણે લાવવા ર્ક્યું હોય છે કારણકે એ એલ્પરને ખરેખર ચાહતી હોય છે પણ… હવે એલ્પર, સેડા અને સસ્પેન્ડ થયેલાં બનેવી યમનની નજર રેન્સમ મની તરીકે ચૂકાયેલા પાંચ મિલિયન ડોલર શોધવા પર છે કારણકે અપહરણ જો ઈચ્છાથી જ થયું હોય તો પાંચ મિલિયન પણ ડેરિન પાસે જ હોવા જોઈએ, એ સ્પષ્ટ છે. પાંચ મિલિયનનું પગેરું પકડવામાં ડેરિનનું પડોશી દંપતિ સહિતના તમામ લોકો પડયાં છે પણ ત્યારે જ ડેરિનનું અપહરણ કરવામાં મદદ કરનાર આશિક મિત્રનું મૃત્યુ થાય છે. હોટેલની બારીમાંથી પડીને મૃત્યુ પામેલા સીરાન માટે પોલિસનું માનવું છે કે તેની આત્મહત્યા નહોતી. સીરાનની હત્યા થઈ છે. પતિ એલ્પરને પણ લાગે છે કે સીરાનની હત્યા તેની પત્ની ડેરિને કરાવી છે યા કરી છે અને ડેરિન હવે પોતાને પણ સ્વધામ પહોંચાડી દેશે એટલે ફરી એ ગર્લફ્રેન્ડ સેડા સાથે ડેરિનને ઝેર આપવાનું નક્કી કરે છે પણ તેને ખબર નથી કે, પત્ની ડેરિને પણ સેડા સાથે મળીને અલગ રમત રમી રહી છે. સેડા જો (પતિ) એલ્પરની હત્યામાં મદદ કરે તો પાંચ મિલિયન ડેરિન તેને આપી દેશે અને એલ્પરના ઈન્સ્યોરન્સના મળનારા પાંચ કરોડ પોતે રાખી લેશે…
એ પછી શું થાય છે ?
જાણવા માટે તમારે મેક્સ પ્લેયર પર હિન્દીમાં મૂકાયેલી ટર્કિશ ટીવી સિરિઝ માય ડેન્જરસ વાઈફ જોવી પડે. ન જોવાના હો તો એટલું જાણી લો કે અંત આપણી કલ્પનાથી અલગ છે. આખી ટીવી સિરિઝ લાલચ અને લવની ખિંચાતાની પર રહસ્યની ચાસણી નાખેલી છે પણ છેલ્લે જીત પ્રેમની જ થાય છે.