બરુલામાં પાડીનાં કુંડામાં પડી જતાં દોઢ વર્ષનાં બાળકનું મોત
ખાસ-ખબર સંવાદદાતા
ભેસાણની સીમમાં રમતા રમતા ગાડામાંથી પડી જતા 4 વર્ષનાં બાળકને ઇજા પહોંચી હતી. સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. જયારે બરુલા ગામે પાણીનાં કુંડામાં પડતી જતા દોઢ વર્ષનાં બાળકનું મોત થયું હતું.
- Advertisement -
બનાવની મળતી વિગત મુજબ ભેંસાણની સીમમાં મુળ મધ્યપ્રદેશનાં ચંદ્રકલા દાનસીંગ લોહારે(ઉ.વ.4) તા. 17 મેનાં રોજ બળદ ગાડામાં રમી રહ્યાં હતાં. ત્યારે ગાડામાંથી નીચે પડી ગયા હતાં.
પાડી જતા ઇજા પહોંચી હતી અને સારવારમાં ખસેડ્યાં હતાં. સારવાર કારગત ન નિવડતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
જયારે અન્ય એક બનાવમાં મુળ ધાનુપર તાલુકાનાં ઝાંબુ ગામનાં આયુશ વિજયભાઇ અબલાભાઇ બારીયા (ઉ.દોઢ વર્ષ) ચોરવાડ નજીકનાં બરુલા ગામની સીમમાં ખેતરમાં પાણીનાં કુંડાની પાસે રમતો હોય અને રમતા રમતા અકસ્માતે પાણીના કુંડામાં પડી જતા પાણીમાં ડુબી જતા મોત નિપજ્યું હતું.