-55 સ્થળો પર ઓકસીજન બુથ તૈયાર રખાયા: આઈસીયુ બેડ સાથે મીની હોસ્પીટલ તૈયાર
આ વર્ષની અમરનાથ યાત્રા સુખરૂપ સંપન્ન થાય તે માટે કેન્દ્ર તથા જમ્મુ-કાશ્મીર સરકારે તમામ તકેદારી લીધી છે. પરંતુ યાત્રીકોના આરોગ્ય તથા દુર્ગમ માર્ગ પર સફરના અનુભવ નહી હોવાથી અત્યાર સુધીમાં 30 યાત્રાળુઓના આ યાત્રા દરમ્યાન મૃત્યુ થયા છે.
- Advertisement -
જો કે સરકારને આ અંગે પરીસ્થિતિનો અંદાજ હતો જ તેથી જ દેશભરમાંથી તબીબોની ટીમોને યાત્રા માર્ગમાં કેમ્પ કરીને બેસાડે છે. આ યાત્રા માર્ગમાં પંચતરવી, શેષનાગ તથા ભવન એવા ત્રણ સ્થળો છે. જેમાં યાત્રાળુઓને સૌથી મોટી તકલીફ પડી શકે છે.
તો અહી આઈસીયુ સાથે બેડ સહિતની સુવિધાઓ ઉભી થશે તો 55 સ્થળો પર જયાં હવા પાતળી હોવાનો અંદાજ છે અને યાત્રીકોને શ્ર્વાસ લેવામાં તકલીફ પણ પડી શકે છે તેવા 55 સ્થળો પર ઓકસીજન બુથ પણ રખાયા છે તથા ઈમરજન્સીની વ્યવસ્થા પણ તૈયાર છે.