થેલેસેમિક દર્દી માટે રાજકોટ સિવિલ સ્મશાન!
થેલેસેમિયાનાં દર્દીને LR ફિલ્ટર લોહી આપવાનો નિયમ રાજકોટ સિવિલમાં લાગુ નથી પડતો?
- Advertisement -
થેલેસેમિક દર્દીઓને LR ફિલ્ટર લોહી જ અપાય છે જેથી રિએક્શન ન આવે, વિધિ પીઠવાને ફિલ્ટર વિનાનું લોહી ચડાવી દેતાં મોત નીપજ્યું
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ સિવિલ હોસ્પિટલ જાણે થેલેસેમિક દર્દીઓ માટે સ્મશાન બની ગઈ છે. અહીં થેલેસેમિયાગ્રસ્ત સગીરા વિધિ પીઠવાને એલઆર ફિલ્ટર વગરનું લોહી ચડાવી દેતાં મૃત્યુ નિપજ્યું છે. આ સગીરાને રક્ત ચડાવ્યા બાદ રિએક્શનને કારણે ચામડી પર ચાંઠા પડી ગયા હતા જે લાલ થઈ ગયા હતા. થેલેસેમિયાગ્રસ્ત દર્દીને એલઆર ફિલ્ટર યુક્ત રક્ત ન ચડાવતાં જ મોત નિપજ્યું હોવાની શંકા વ્યકત કરતા સિવિલ હોસ્પિટલ તંત્ર સફાળું બેઠું થયું હતું. સિવિલ હોસ્પિટલ અગાઉ પણ અનેક વખત બેદરકારી સામે આવી હતી ત્યારે ફરી એક વખત તંત્રના પાપે સગીરાને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. થેલેસિમિયા દર્દીને ચડાવાતા લોહીમાં મશીન મારફત લાલ રક્તકણો અલગ કરી દેવાય છે આ કછ ફિલ્ટર લોહી બાદમાં થેલેસેમિક દર્દીઓને અપાય છે જેથી રિએક્શન ન આવે. પણ, રાજકોટમાં આ સુવિધા ન હોવાથી છઈઈ એટલે કે રેડ સેલ કોન્સ્ટ્રેન્ટ અપાય છે તેમાં સફેદ કણોની માત્રા 30 ટકા કરતા પણ વધુ હોય છે આ કારણે સિવિલમાં લોહી ચડાવે તે બાળકોને રિએક્શન આવે છે. બ્લડ બેંકોમા નિયમ છે કે થેલેસેમિક બાળકોને એલઆર બ્લડ જ આપવું પણ તેનો સિવિલમાં જ નિયમભંગ થઈ રહ્યો છે.
સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. આર.એસ. ત્રિવેદીએ જવાબદારીમાંથી હાથ ખંખેર્યા
થેલેસેમિયાગ્રસ્ત સગીરાનું મૃત્યુ થતા આ વિશે સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. આર.એસ. ત્રિવેદીએ કહ્યું કે, ‘મોત પાછળ રિએક્શન જવાબદાર ન હોઇ શકે બીજા કારણો હશે જેની તપાસ કરવામાં આવશે.’ આ કહીને તેમણે ફિલ્ટર લોહી ન આપવા અંગે જવાબદારીથી છેડો ફાડવા પ્રયત્ન કર્યો હતો. જો કે એલઆર બ્લડ ક્યારથી અપાશે તે પ્રશ્ન પૂછાતા તેઓએ કહ્યું હતું કે, તેના માટે ખાસ મશીનની જરૂર પડે અને તે ખર્ચ મોટો હોવાથી સરકારમાં મંજૂરી માગી છે.