ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.01
રાજકોટ ક્રાઈમ બ્રાંચ પીઆઈ એમ.આર.ગોંડલીયાની રાહબરીમાં પેટ્રોલિંગમાં રહેલ એએસઆઈ બી જે જાડેજા, મહીપાલસિંહ ઝાલા અને ઉમેશ ચાવડાને મળેલ ચોકકસ બાતમીના આધારે કોઠારીયા સોલવન્ટ નજીક જુના ટોલનાકાથી આગળ સર્વિસ રોડ પર વોચ ગોઠવી નવલનગરના સાગર દેવાબાંદ વોક ઉ.28ને પિસ્તોલ અને કાર્ટીસ સાથે દબોચી લઈ પુછતાછ હાથ ધરતાં તે જમીન મકાનનો ધંધાર્થી હોવાની કબુલાત આપી હતી પોલીસે હથીયાર કયાંથી મેળવ્યું તે જાણવા રિમાન્ડ લેવા તજવીજ હાથ ધરી છે.
- Advertisement -
જયારે બિજા દરોડામાં જેતપુર સીટી પોલીસ, મથકના પીઆઈ એ.ડી.પરમારની રાહબરીમાં ટીમ પેટ્રોલીંગમાં હતો. ત્યારે એએસઆઈ ભાવેશ ચાવડા સહીતના સ્ટાફને મળેલી બાતમી આધારે જેતપુર જીમખાના ગ્રાઉન્ડમાંથી દેશી તમંચા સાથે જેતપુરના નાના ચોક ખાતે રહેતા જુનેદ વલી ચૌહાણ ઉ.35ને પકડી પુછતાછ કરતાં તેણે રોફ જમાવવા માટે હથીયાર રાખ્યાની કબુલાત આપી હતી તેમજ ત્રીજા દરોડામાં પાટણવાવ પોલીસ મથકના પીએસઆઈ કે.એન.ચાવડા અને ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે કિર્તીરાજસિંહ અને ધર્મેન્દ્રસિંહ સહિતના સ્ટાફે ચેક પોસ્ટ પાસેથી બાતમી આધારે વંથલીના સાંતલપૂરના ઈસ્માઈલ અબુલ કેવર ઉ.23ને દેશી તમંચા સાથે દબોચી લઈ વિશેષ પુછતાછ અર્થે રિમાન્ડ લેવા તજવીજ હાથ ધરી છે.