ટુર્નામેન્ટમાં કડવા પાટીદાર યુવાનોની 16 ટીમે ભાગ લીધો હતો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
શ્રી ઉમિયા યુવા ચેરિ. ટ્રસ્ટ દ્વારા ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. યુવાનોનું શારીરિક ઘડતર થાય અને તેમનામાં રહેલ ખેલકૂદના કૌશલ્યને વિકસાવવા તથા સંગઠનની ભાવના વધુ મજબૂત થાય તેવા હેતુથી ચાર દિવસના આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું. રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટના નીતિ નિયમો અનુસાર જ આ મેચો રમાડવામાં આવેલી હતી. પાંચ કેમેરા દ્વારા શુટીંગ કરી યુ ટયુબમાં લાઈવ પ્રસારણ કરવામાં આવેલું હતું. આ ટુર્નામેન્ટમાં કડવા પાટીદાર યુવાનોની 16 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં 8 મેચો, 4 ક્વાર્ટર ફાઈનલ, 2 સેમિફાઈનલ અને ફાઈનલ મેચ એ મુજબ ચાર દિવસીય મેચ ઉત્સવ ખેલાયો હતો. જેમાં ફાઈનલ વિજેતા તરીકે કલ્પવન ઈલેવન ટીમ અને વિશાલ વોરીયર રનર્સ અપ ટીમ તરીકે જાહેર થયા હતા. કલ્પવન ઈલેવન ફાઈનલ વિજેતા ટીમને અશોકભાઈ વી. દલસાણીયા, હરેશભાઈ કલોલા તથા ડો. મહેશભાઈ ડી. વિજડાના હસ્તે ચેમ્પિયન ટ્રોફી તથા રૂા. 15000નો રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ધીરુભાઈ ડઢાણીયા તથા અરવિંદભાઈ ડઢાણીયા, ગોપાલભાઈ કણસાગરા તથા હરેશભાઈ ધમસાણી, કિશોરભાઈ ખાંટ, હરસુખભાઈ ચાંગેલા, બીપીનભાઈ ડઢાણીયા, કંચનબેન મારડીયા, મીનાબેન બાણુગરીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા છેલ્લા 15 દિવસથી સતત કાર્ય સંભળતા આયોજન સમિતિના અશોકભાઈ દલસાણીયા, સંજય ખીરસરીયા, કે. બી. પબાણી, જી. સી. પટેલ, કિરીટભાઈ કાલાવડીયા, નાગજીભાઈ ડઢાણીયા, દિલીપભાઈ કટારીયા, ધવલ વડાલીયા, મનસુખભાઈ ભેસદડીયા, વિનોદભાઈ લાલકીયા, પ્રકાશ ઘેટીયા, નયન વાછાણી, રસીક દલસાણીયા, મનન બરોચીયા, એલીસ પનારા, અભિ કટારીયા, અભિષેક દલસાણીયા, ધ્યેય અધેરા, ખંજન દલસાણીયા, તુષાર કાવઠીયા વગેરેએ જહેમત ઉઠાવી હતી.