હાથની છાપ ક્લે-પ્રિન્ટ પર કરી ભારતમાં થયેલા અનુભવો વર્ણવ્યા
ખાસ-ખબર સંવાદદાતા
વિશ્વના પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી એવા અમદાવાદના આંગણે U-20 અંતર્ગત યોજાઈ રહેલી બે દિવસીય U-20 મેયરલ સમિટના ગઈકાલને પ્રથમ દિવસે વિદેશથી પધારેલા ડેલિગેટ્સે ’હેરિટેજ વોક’ દ્વારા અમદાવાદનો ઐતિહાસિક વારસો નિહાળ્યો હતો. આજે બીજા દિવસે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં 94 ડેલિગેટ્સે ભાગ લીધો હતો અને 96 વૃક્ષો વાવ્યા હતા.
- Advertisement -
આ ઉપરાંત વિદેશી મહેમાનોએ ભારતમાં થયેલો પોતાનો અનુભવ મીડિયા સમક્ષ જણાવી પોતાના હાથની છાપ ક્લે-પ્રિન્ટ પર કરી હતી. આ અંગે અમદાવાદના મેયર કિરીટ પરમારે જણાવ્યું હતું કે સોલા ભાગવત રોડ પાસેના ગાર્ડનમાં એક અલગ ગાર્ડન બનાવવાનો કોન્સેપ્ટ તૈયાર કરવામાં આવ્યો છે. એમાં દેશ-વિદેશના 56થી વધારે મેયરો અને અધિકારીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. અલગ અલગ જાતિનાં વૃક્ષો દ્વારા આ વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. ક્લાઈમેટ ચેન્જ સમગ્ર વિશ્વ માટે ખૂબ મોટો પડકાર છે. વૃક્ષારોપણ કરી પર્યાવરણનું જતન કરવાનો આ અભિગમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો છે.

આ U-20માં અખઈ દ્વારા વહેલી સવારથી દેશ-વિદેશથી આવેલા મેયર, અધિકારીઓ અને મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. આ સાથે તેમના પંજાના ફિંગર લેવામાં આવ્યા છે, જેને એક યાદી સ્વરૂપે રાખવામાં આવશે. વૃક્ષારોપણ બાદ ડેલિગેટ્સ પોતાના હાથની છાપ ક્લે-પ્રિન્ટ પર કરી શકે, જેથી એ યાદગાર રહે એનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જ્યાં દરેક ડેલિગેટ્સે પોતાના હાથની છાપ પાડીને પોતાના નામ લખ્યા હતા તેમજ તેમણે કોલેજ સ્ટુડન્ટ્સ સાથે વાત કરીને તેમની સાથે ફોટા પણ પડાવ્યા હતા. વૃક્ષારોપણ બાદ ત્યાં ડેલિગેટ્સ માટે ચા-કોફી, જ્યૂસ તેમજ નારિયેળ પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. ડેલિગેટ્સને ભારત આવ્યાનો અનુભવ પૂછતાં તેમણે જણાવ્યું કે તેમનો ભારત આવ્યાનો અનુભવ ખૂબ જ સારો રહ્યો અને તેમને ઘણું જાણવા પણ મળ્યું છે.
- Advertisement -
વૃક્ષારોપણમાં કુલ 94 ડેલિગેટ્સે ભાગ લીધો
U-20 અંતર્ગત યોજાયેલી બે દિવસીય ઞ-20 મેયરલ સમિટના દ્વિતીય દિવસે સોલા ભાગવત પાસેના ગાર્ડનમાં વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદેશથી ભારત પધારેલા તમામ મહેમાનોનું ફૂલ આપી અને ઢોલ-નગારાં સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ વૃક્ષારોપણમાં કુલ 94 ડેલિગેટ્સે ભાગ લીધો હતો, જેમાં કુલ 96 વૃક્ષો વાવવામાં આવ્યાં હતાં. મિલિંગુનિયા અને બિગુનિયા એમ બે પ્રકારનાં વૃક્ષો વાવવામાં આવ્યાં હતાં. આ વૃક્ષો ઓક્સિજન આપે છે તેમજ આનાથી એર ક્વોલિટીમાં સુધારો આવે છે. કાર્યક્રમમાં વિવિધ કોલેજના સ્ટુડન્ટ્સે વોલન્ટિયર તરીકે ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆતમાં અમદાવાદના મેયરે વૃક્ષારોપણ કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી, ત્યાર બાદ ડેલિગેટ્સે પણ વૃક્ષો વાવ્યાં હતાં



