રાજકોટમાં મવડી પાસે શ્રી બજરંગ ગરબી મંડળનું આયોજન
રાજકોટમાં મવડી પાસે શ્રી બજરંગ ગરબી મંડળનું આયોજન થાય છે. આ ગરબીનો સળગતી ઈંઢોણીનો રાસ આખા રાજ્યભરમાં વખણાય છે. 12થી 16 વર્ષની દીકરીઓના હાથમાં મશાલ, માથે સળગતી ઈંઢોણી તેની માથે ગરબો અને તેની માથે ઈંઢોણી રાખીને રાસ રમે છે. જ્યારે દીકરીઓ આ રાસ રમે છે ત્યારે તે સાક્ષાત જગદંબાનું જ સ્વરૂપ લાગે છે. આ રાસ અંદાજિત 20 મિનિટ સુધી ચાલે છે. 17 વર્ષથી સળગતી ઈંઢોણીનો રાસ રમાવાની પરંપરા ચાલી આવે છે. જોકે ગરબો દર વર્ષે બદલાય છે. આ રાસ જે ગરબા પર રમવામાં આવે છે તે જાતે લખવામાં આવે છે અને ત્યારબાદ તેને ગવાય છે. આ રાસ માતાજી પ્રત્યેની શ્રદ્ધા વ્યક્ત કરે છે. રાસ રમતી વખતે તમામ સુરક્ષાનો પણ ખ્યાલ રાખવામાં આવે છે. ગરબી મંડળનું સંચાલન યુવરાજસિંહ ઝાલા અને ધર્મેન્દ્રસિંહ ઝાલા કરે છે. સંચાલકોના જણાવ્યાનુસાર આ રાસ રમતી વખતે માતાજી ખુદ દીકરીઓની રક્ષા કરે છે તેની સાથે રમતા હોય તેવો ભાવ દરેક ભક્તોને થાય છે.