એશિયન ચેમ્પયનશીપમાં ભારતીયી મહિલા બોક્સર પરવીન હૂડાએ જાપાની બોક્સરને હરાવીને ફાઈનલ જીતી લીધી છે.
એશિયન બોક્સિંગ ચેમ્પિયનશીપમાં ભારતની મહિલા બોક્સરનો દબદબો છવાયો છે. ભારતની ચાર મહિલા બોક્સરે 4 ગોલ્ડ અને 1 સિલ્વર મેડલ જીત્યો છે. ભારતની લવલીના બોરહેગન, પરવીન હૂડા, સ્વીટી અને અલ્ફિયાએ બોક્સિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો છે તો મિનાક્ષીએ સિલ્વર મેડલ જીત્યો છે.
- Advertisement -
પરવીન હૂડા સહિતની ચાર મહિલા ખેલાડીઓએ જીત્યો ગોલ્ડ
એશિયન ચેમ્પિયનશીપમાં ભારતની ચાર મહિલા ખેલાડીઓએ ગોલ્ડ જીત્યો હતો. પરવીને ફાઈનલમાં જાપાનીઝ બોક્સરને 5-0થી હરાવીને ટાઈટલ જીત્યું હતુ. હૂડાએ એશિયન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતીને વધુ એક મોટી ઉપલબ્ધિ હાંસલ કરી છે. 63 કિગ્રા વજન વર્ગમાં પરવીનના દેખાવને કારણે ભારતને ખુશ રહેવાની તક મળી છે. જાપાનીઝ બોક્સર કીટો માઈ તેની વેઈટ કેટેગરીમાં વિશ્વની ચોથી ક્રમાંકિત મહિલા બોક્સર છે, જ્યારે પરવીન પ્રથમ સીડેડ બોક્સર છે. મેચની શરૂઆતમાં બંનેએ આક્રમક વલણ અપનાવ્યું હતું, પરંતુ પરવીનની રમત ઘણી સારી હતી. પરવીને પ્રથમ રાઉન્ડમાં વિજય મેળવ્યા બાદ જાપાનીઝ બોક્સરને પુનરાગમન કરવાની કોઈ તક આપી નહતી અને આસાનીથી મેચ જીતી લીધી હતી. પરવીને ત્રીજા રાઉન્ડમાં કરેલા અપર કટ ખાસ જોવાલાયક હતા.
Asian Boxing Championship: Lovlina Borgohain bags gold in women's 75kg category
Read @ANI story | https://t.co/pUHp2ObUWv#LovlinaBorgohain #AsianBoxingChampionship #ParveenHooda #boxing pic.twitter.com/skxGKg5oB3
- Advertisement -
— ANI Digital (@ani_digital) November 11, 2022
મીનાક્ષીને મળ્યો સિલ્વર
એશિયન ચેમ્પિયનશિપમાં પહેલી વખત ભાગ લઈ રહેલી મીનાક્ષીએ 52 કિગ્રા વજન વર્ગમાં સિલ્વર મેડલ સાથે પોતાના અભિયાનનો અંત આણ્યો છે. મીનાક્ષીને જાપાનની કિનોશિતા રિંકા સામે જોરદાર લડત આપવા છતાં 1-4થી હારનો સામનો કરવો પડ્યો છે. મીનાક્ષીની રમત શરૂઆતમાં થોડી ધીમી રહી હતી અને બીજા ક્રમાંકિત જાપાની બોક્સરે તેનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો. મીનાક્ષી કોઈ પણ રાઉન્ડમાં ભાગ લઈ શકી ન હતી અને તેના મુક્કા પણ સ્પષ્ટ દેખાતા ન હતા. છેલ્લી ત્રણ મિનિટમાં તેણે શાનદાર રિકવરી કરી હતી, પરંતુ પ્રથમ બે રાઉન્ડની નબળી રમતે તેને મેચને પરાજય આપ્યો હતો.