ફાટી પડેલા પાકિસ્તાને અંતે સ્વીકાર કરવો પડ્યો. નાણાકીય પ્રતિબંધ લાદયો હોવાનો દાવો

પાકિસ્તાનને અંતે સ્વીકારવું પડ્યું છે કે 1993ના મુંબઇ ટેરર એટેકનો માસ્ટર માઈન્ડ અને ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી દાઉદ ઇબ્રાહિમ કરાંચીમાં જ રહે છે. દાઉદ કરાંચીમાં જ રહેતો હોવાનો અને તેને પાકિસ્તાન સરકાર તેમજ આઇ. એસ.આઈ. નું રક્ષણ કવચ હોવાનો ભારત વર્ષોથી દાવો કરતું રહ્યું છે. અત્યાર સુધી પાકિસ્તાન તેનો ઇનકાર કરતું હતું પણ હવે આંતરરાષ્ટ્રીય દબાણ અને ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ દ્વારા બ્લેક લિસ્ટ માં મુકાઈ જવાના ભય હેઠળ પાકિસ્તાને આ સ્વીકાર કર્યો છે. ભારત હવે દાઉદના પ્રત્યાર્પણની માંગણી કરી શકશે. પાકિસ્તાને દાઉદ સહિત 88 આતંકવાદીઓ અને સંગઠનોની તમામ સ્થાવર જંગમ મિલકતો જપ્ત કરી હોવાનો, બેંક એકાઉન્ટ સીઝ કર્યાનો તથા વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ મૂક્યો હોવાનો દાવો કર્યો છે.
પાકિસ્તાન આતંકવાદીઓ પેદા કરવાની ફેકટરી હોવાનું આખું વિશ્વ માને છે.પાકિસ્તાનને પેરિસ સ્થિત ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ દ્વારા જૂન 2018માં ગ્રે લિસ્ટમાં મુકવામાં આવ્યું હતું.એટલું જ નહીં પાક સરકારને આતંકવાદીઓ પર લગામ લગાવવા માટે 2019ના અંત સુધીમાં એક્શન પ્લાન લાગુ કરવા જણાવવવામાં આવ્યું હતું.જો કે કોરોના મહામારીનો ધ્યાનમાં લઈ આ મુદત વધારી આપવામાં આવી હતી.પાકિસ્તાન જો પગલાં ન લે તો બ્લેક લિસ્ટમાં મુકાઈ શકતું હતું.અને તો આર્થિક રીતે કંગાળ બની ગયેલા પાકિસ્તાનને એ.એમ એફ.અને તેને સંલગ્ન સંસ્થાઓ દ્વારા મળતી લોન તથા આર્થિક સહાય બંધ થઈ શકતી હતી.આ સંજોગોમાં ઘૂંટણિયે પડી ગયેલા પાકિસ્તાને દાઉદ સહિતના તત્વો સામે નાણાકીય પ્રતિબંધ લાદયા હોવાની જાહેરાત કરવી પડી હતી.

આ આતંકવાદીઓ અને સંગઠનો પણ સુચીમાં
આઇ. એસ.,અલકાયદા અને તાલિબાની જૂથો સાથે સંકળાયેલ આતંકવાદી સંગઠનો ઉપરાંત હાફિઝ સઈદ, મસુંદ અઝહર,જમાત-ઉંદ-દાવા, જેશ-એ-મોહમ્મદ,તહેરીક-એ-ટાલિબનનો આ સુચીમાં સમાવેશ થાય છે.
દાઉદ ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર થયો હતો
1993ના મુંબઈ ટેરર એટેકના મુખ્ય આરોપી દાઉદને 2003માં અમેરિકા અને ભારત દ્વારા ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરી તેના માથા માટે 25 મિલિયન ડોલરનું ઇનામ જાહેર કરાયું હતું.2011માં એફ.બી.આઈ. અને ફોબ્ર્સ દ્વારા વિશ્વના દશ મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં ત્રીજા ક્રમે દાઉદની સમાવેશ કરાયો હતો.
આ છે દાઉદનું સરનામું
ભારતના નંબર 2 દુશમનનું સરનામું છે,‘વ્હાઇટ હાઉસ, સાઉદી મસ્જિદ પાસે,કલીફ્ટન,કરાંચી.આ ઉપરાંત હાઉસ નંબર 37, સ્ટ્રીટ 30,ડિફેન્સ હાઉસિંગ ઓથોરિટી, કરાંચી અને કરાંચીના નૂરબાદ એરિયામાં પહાડી પર પટિયાલા બંગલો ના નામે પણ પ્રોપર્ટી ધરાવતો હોવાનું પાકિસ્તાને જાહેર કર્યું છે.