સાઈબર સુરક્ષા અનુસંધાન ફર્મ સાઈબર એકસ-9 એ પોતાના રિપોર્ટમાં દાવો કર્યો હતો કે દૂર સંચાર ઓપરેટર કંપની વોડાફોન, આઈડીયા (વીઆઈ)ની સીસ્ટમમાં ખામીઓના કારણે 20 કરોડ 60 લાખ પોસ્ટ પેઈડ ગ્રાહકોનો કોલ ડિટેલ ડેટા રિકોર્ડ લીક થયો છે, જેમાં ગ્રાહકનું નામ, સરનામુ, એસએમએસ વિવરણ, રોમીંગ વિવરણ હતું.
જો કે વીઆર આ દાવો ફગાવી દઈ કહ્યું હતું કે કોઈ ડેટા રેકોર્ડ લીક નથી થયો. બિલીંગ સંચારમાં અતિ સંવેદનશીલતાની ફરિયાદ હતી, જે ઠીક કરી લેવાઈ છે.