કાચના કારણે બિલ્ડિંગનું વાતાવરણ ગરમ રહે છે, જેથી ઠંડુ કરવા વપરાતા અઈથી ઓઝોનના સ્તરને નુકસાન થાય છે
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
દરેક જગ્યાએ નવા નવા બિલ્ડીંગ બની રહ્યા છે અને તેના એલીવેશનને સુંદર બનાવવા માટે બહારના ભાગે ગ્લાસ ફીટ કરવામાં આવે છે સાથોસાથ એ.સી.નો પણ વધુ પડતો ઉપયોગ થાય છે. આ સ્થિતિ આવનારા સમયમાં જોખમી પુરવાર થઇ શકે છે તેવું સંશોધન બહાર આવ્યું છે.ઉનાળાની કારઝાળ ગરમીમાં ગ્લાસથી મઢેલા બિલ્ડીંગના કારણે તાપમાનમાં વધારો થાય છે બિલ્ડીગના સુંદરતા માટે વપરાતો ગ્લાસ ગરમી વધવાનુ એક કારણ છે. ગ્લાસથી બનેલ ઓફીસની અંદર પણ તાપમાન સામાન્ય કરતાં વધુ હોય છે. અને આ તાપમાનથી બચવા માટે એ.સી. નો વધુ ઉપયોગ કરવામાં આવે છે.
ગુજરાત કાઉન્સીલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના સલાહકાર નરોત્તમ સાહુએ જણાવ્યું કે, આ પ્રકારનાં કાચ (ગ્લાસથી) સુર્યના કિરણો રોડ પર રીફ્લેક્ટ થાય છે અને તેના કારણે તાપમાનમાં થાય છે. વધારો ગરમીમાં એસીનો ઉપયોગ વધતાં તેનાથી ઉત્પન થતા ગેસથી ઓઝોનના સ્તરને પણ ખુબ જ નુકસાન પહોંચે છે.એસીનો સતત વધી રહેલો ઉપયોગ ગ્રીન હાઉસ ઇફે્કટ માટે જવાબદાર પણ છે. ગ્લોબલ વોર્મીગની વ્યાપક અસરના કારણે ગરમી વધી રહી છે.
બિલ્ડીંગની સુંદરતા વધારવા ડેવલપર ગ્લાસનો વધારે પડતો જ ઉપયોગ કરે છે. ગરમી શોષવાની ક્ષમતાના આધારે ગ્લાસની પસંગદી કરવા પર પણ ભાર અપાયો હતો.
ગ્લાસની પસંદગી ગ્લાસની ગુણવત્તા પર ભાર મુકાય તો તાપમાન ઘટાડી શકાય તેવું પણ જણાવ્યું હતું. વિવિધ બિલ્ડર્સને આ અંગે સજાગ થવાની જરૂર હોવાનું પણ ક્રેડાઇના ચેરમેન તેજષ જોશીએ જણાવ્યું હતું.