ખુલ્લા વીજ ટ્રાન્સફોર્મર નજીક જ શ્રમિક સ્થળ હોવાથી નાગરિકોમાં ભય
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.22
- Advertisement -
ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં ઙૠટઈક વિભાગની બેદરકારીના લીધે આગાઉ હળવદ રોડ પર જીવતો વીજ વાયર બાળકી પર પડતા મોત નીપજ્યું હોવાની ઘટના બની હતી જે બાદ પણ હજુય ઙૠટઈક કુંભકર્ણની નિંદ્રામાં હોય તેવું સ્પષ્ટ સામે આવે છે. ધ્રાંગધ્રા શહેરના જુદા જુદા વિસ્તારોમાં વીજ ટ્રાન્સફોર્મર ફરતે લગાવવામાં આવેલી લોખંડની સેફ્ટી ગ્રિલ નહીં હોવાના બરાબર છે કારણ કે મોટાભાગે તમામ સેફ્ટી ગ્રિલ ભાંગી પડી છે અને ઙૠટઈક વિભાગ દ્વારા વર્ષો પૂર્વે વીજ ટ્રાન્સફોર્મર ફરતે નાખવામાં આવેલી સેફ્ટી ગ્રીલનું સમયાંતરે દેખરેખ અને ઝાડી ઝાખરાની સફાઈ નહીં કરવાને લીધે રખડતા પશુઓ વીજ ટ્રાન્સફોર્મર સુધી પહોંચી જાય છે અને અંતે ભારે વીજ શોર્ટ લાગવાથી મોત નીપજે છે ત્યારે ધ્રાંગધ્રા શહેરના કોલેજ રોડ પર આવેલા ધાર્મિક સ્થળની બાજુમાં આ પ્રકારે વીજ ટ્રાન્સફોર્મર સેફ્ટી ગ્રિલ ખુલ્લી પડી હોવાનું નજરે પડે છે અહીં ધાર્મિક સ્થળ હોવાથી આ સ્થળ સાથે જોડાયેલ આસ્થાપ્રેમી પરિવારો દર્શને આવે છે અને સાથે નાના ભૂલકાઓ પણ હોય છે જે રમતમાં અહીં ખુલ્લા પડેલા વીજ ટ્રાન્સફોર્મર પાસે જઈ ચડે છે જોકે હજુ સુધી કોઈ દુર્ઘટના થઈ નથી પરંતુ જો આગામી સમયમાં ખુલ્લા પડેલા વીજ ટ્રાન્સફોર્મર ફરતે સેફ્ટી ગ્રીલનું સમારકામ કરવામાં નહીં આવે તો દુર્ઘટના થવાની પૂર્ણ શક્યતા નજરે પડે છે જેને લઇ ધાર્મિક સ્થળ પર સેવા આપતા સેવકો દ્વારા ખુલ્લા વીજ ટ્રાન્સફોર્મર ફરતે સેફ્ટી ગ્રિલ નાખવાની માંગ કરી છે.



