વોર્ડ નં. 12માં રૂા. 1.93 કરોડના ખર્ચે નવનિર્મિત અત્યાધુનિક ગાર્ડન અને બાલ ક્રિડાંગણ બનાવાયું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.13
વોર્ડ નં. 11માં કુલ રૂા. 59.15 કરોડના ખર્ચે ડી.આઈ. પાઈપલાઈન નાખવાના કામનું ખાતમુહૂર્ત તેમજ વોર્ડ નં. 12 વાવડી વિસ્તારમાં રૂા. 1.93 કરોડના ખર્ચે નવનિર્મિત અત્યાધુનિક ગાર્ડન અને બાલ ક્રીડાંગણનું લોકાર્પણ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે કરવામાં આવ્યું હતું.
તાજેતરમાં વોર્ડ નં. 11માં મોટામવા તેમજ લાગુ ભાગમાં ડી.આઈ. પાઈપલાઈન નાખવાનું કામ (રૂા. 45.67/- કરોડ), મોકાજી સર્કલ આંબેડકરનગર તેમજ લાગુ વિસ્તારમાં ડી.આઈ. પાઈપલાઈન નાખવાનું (રૂા. 3.27/- કરોડ), સિલ્વર ગોલ્ડ, અલય પાર્ક, ગોવિંદરત્ન પાર્ક તેમજ લાગુ વિસ્તારમાં ડી.આઈ. પાઈપલાઈન નાખવાનું કામ (રૂા. 5.63/- કરોડ), શાસ્ત્રીનગર, અર્જુન પાર્ક, કલ્યાણ પાર્ક તેમજ લાગુ વિસ્તારમાં ડી.આઈ. પાઈપલાઈન નાખવાનું કામ (રૂા. 4.58/- કરોડ) એમ મળી કુલ રૂા. 59.15/- કરોડના ખર્ચે ડી.આઈ. પાઈપલાઈન નાખવાના કામનું ખાતમુહૂર્ત ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાના વરદ્દહસ્તે કરવામાં આવ્યું હતું.
- Advertisement -
ડી.આઈ. પાઈપલાઈન નાખવાના કામના ખાતમુહુર્ત કાર્યક્રમમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, મેયર નયનાબેન પેઢડીયા, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન માંકડિયા, કિશાન મોરચાના વિજયભાઈ કોરાટ, શહેર ભાજપ મંત્રી ભરતભાઈ શિંગાળા, ભારતીબેન પાડલીયા, રાજુભાઈ સાવલિયા તથા બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ શહેરનાં વોર્ડ નં.12 તપન હાઈટસ પાસે ટી.પી. સ્કીમ નં.15 (વાવડી) એફ.પી. નં.52-એફમાં 12303.00 ચો.મી. માં રૂા. 1.93/- કરોડના ખર્ચે નવનિર્મિત અત્યાધુનિક ગાર્ડન અને બાલક્રીડાંગણનું લોકાર્પણ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાના વરદ્દહસ્તે કરવામાં આવ્યું. આ લેન્ડસ્કેપ-ગાર્ડનીંગનો એક વર્ષ નિભાવણી સાથેનો ગાર્ડન શાખાના અંદાજી કુલ ખર્ચ 193.00 લાખ થવા જાય છે.
આ કામગીરીમાં અદ્યતન લેન્ડ સ્કેપ, રેસ્ટીંગ પોઇન્ટ, પેરીફેરી વોક- વે, ફોલીએજ પ્લાન્ટસ, તેમજ સદાહરિત વૃક્ષો વિગેરેનું વાવેતર કરાયેલું છે. ગાર્ડન અને બાલ ક્રીડાંગણના લોકાર્પણ કાર્યક્રમમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, મેયર નયનાબેન પેઢડીયા, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, પૂર્વ મેયર ડો. પ્રદિપ ડવ, બાગ બગીચા અને ઝૂ સમિતિ ચેરમેન સોનલબેન સેલારા, એસ્ટેટ સમિતિ ચેરમેન મગનભાઈ સોરઠિયા, કોર્પોરેટર મિતલબેન લાઠિયા, પ્રમુખ યોગેન્દ્ર સિંહ જાડેજા, મહામંત્રી જયેશભાઇ પંડ્યા, તથા વિસ્તારવાસીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.